પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 01 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?

2) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?

3) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?

4) જો શ્રીલંકા :: કોલંબો હોય તો, ડેનમાર્ક :: ……………..?

5) જો ઈરાન :: રિયાલ તો, ઇરાક :: ..............?

6) વિધાન: બધા A એ B છે. બધા C એ B છે.

તારણ :
(A) કેટલાક B એ A છે
(B) કેટલાક B એ C છે.

7) વિધાન: બધા ટેબલ બારી છે. બધી બારી રૂમ છે. બધી રૂમ ખુરશી છે.

તારણ :
(A) બધા ટેબલ રૂમ છે.
(B)બધી બારી ખુરશી છે.

8) 1819 - 907 + 202 + 38 = …………….?

9) એક જીપની કિંમત 77550 છે. એક કારની કિંમત 23000 વધુ છે તો જીપ અને કારની કુલ કિંમત કેટલી ?

10) એક સંખ્યા જેને 109 વડે ભાગતા ભાગફળ 27 અને શેષ 23 મળે છે તો આ સંખ્યા કઈ છે ?

11) 1836 ને 17 વડે ભાગતા ભાગાકાર કેટલો મળે ?

12) (400 + 40 ÷ 4 - 10 × 4 ) નું સાદુંરૂપ આપો :

13) 12 - 8 ÷ 4 + 3 × 2 નું સાદું રૂપ આપતા ઉત્તર શો મળશે ?

14) સંખ્યા 7591, સંખ્યા 2899 કરતા કેટલી વધારે છે?

15) પદાવલિ 2 (12 - 3) + 4 (10 - 7) નું મૂલ્ય શું થાય ?

16) 25 + 8 ÷ [( 45 ÷ 15) - (8 - 7)] નું સાદું રૂપ આપો :

17) એકસો પાંચ હજાર ચોત્રીસમાંથી, ત્રાણું હજાર સાતસો ઓગણીસ બાદ કરતા શું વધે ?

18) સંખ્યા 1378425માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો ?

19) 47372માં બંને 4 ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ?

20) 65322981માં 5ની સ્થાનકિંમત કેટલી છે ?

21) સંખ્યા 47590માં 7ની સ્થાનકિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો.

22) "સાત લાખ પાંચસો બે" - આ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય ?

23) પ્રથમ દસ મુખ્ય વિષમ સંખ્યાઓનો સરવાળો ?

24) 20 અને 30 વચ્ચે કુલ કેટલી વિભાજય સંખ્યાઓ છે ?

25) બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 11 છે તે સંખ્યામાં 27 ઉમેરતા પ્રાપ્ત થતી સંખ્યામાં અંકોના સ્થાન બદલાઈ જાય છે, આ સંખ્યા કઈ છે ?

26) નીચેનામાંથી ન્યૂનતમ સંખ્યા કઈ છે ?

27) 36490 સંખ્યામાં 6 અને 9 અંક અદલ-બદલ કરી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચે તફાવત કેટલો ?

28) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?

29) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?

30) એક સાંકેતીક ભાષામાં "YCVGT" નો સંકેત "WATER" હોય, તો "HKTG" શબ્દનો સંકેત ?

31) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "FINAL"નો કોડ "URMZO" થાય તો "TABLE" નો કોડ શોધો.

32) જો કોઈ ચોક્કસ કોડમાં, COMPUTRONE ને PMOCTUENOR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં ADVANTAGES કેવી રીતે લખાયેલ છે?

33) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

34) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?

35) એક દંપતીને બે પુત્રો છે. નાના પુત્રના જન્મ વખતે તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો હાલ તેમની સરાસરી ઉંમર 20 વર્ષ છે તો 5 વર્ષ પછી નાના પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે ?

36) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

37) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

38) નીચેની આકૃતિમાં ગ્રામીણ બેરોજગાર સ્નાતકોની સંખ્યા જણાવો.

39) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

40) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

41) નીચેનામાંથી 55 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

42) રોમન અંક મુજબ LXIX તરીકે દર્શાવેલ અંકો નીચે પૈકી કઈ સંખ્યા દર્શાવે છે?

43) રોમન અંકમાં 900 ……………… ?

44) રોમન અંકમાં ૨૦૨ ને ............... લખાય.

45) નીચેનામાંથી 75 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

46) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?

47) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?

48) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?

49) તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?

50) નીચે આપેલા વિકલ્પોમાંથી એવો વિકલ્પ જણાવો કે જે આપેલ મૂળ શબ્દમાંથી બનતો હોય.

'BIBLIOGRAPHICAL’

51) ’PERFECTION’ માં દરેક સ્વરને તેના પછીના ક્રમમાં આવતા અક્ષર વડે તથા દરેક વ્યંજનને તેની પહેલાં આવતા અક્ષર વડે બદલવામાં આવે તો નવો બનતા શબ્દમાં કેટલાં સ્વર હોય?

52) કર્યો અક્ષર નીચેના શબ્દોની આગળ ઉમેરવાથી અર્થપૂર્ણ શબ્દો બની શકશે ?

ROUND, HOST, ATE, OAT

53) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

54) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

55) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

10, 100, 200, 310…….?

56) ગઈકાલના આગલા દિવસે રવિવાર હોય તો આવતીકાલ પછીના બીજા દિવસે કયો વાર હોય ?

57) 11/1/2016ના રોજ સોમવાર હોય તો 11/4/2016ના રોજ કયો વાર આવે?

58) 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાફવાથી તે પૂર્ણવર્ગ બને?

59) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?

60) ૧૫૦ નાં ૩૦ % કેટલા થાય?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

કલામાત્રનો પ્રધાન વિષય માનવ છે. યુગે યુગે કલા માનવની છબી ઉપસાવી આપવાનું કામ કરતી આવી છે. નવલકથાકાર આ જ કામ એની વિશિષ્ટ રીતે કરતો હોય છે. નવલકથાની નિરૂપણ પદ્ધતિના મુખ્ય બે વિભાગો પાડીએ તો એકમાં ઘટનાઓનું પ્રાબલ્ય વર્તાય છે. અદ્ભૂતનો પુટ આપેલો શૃંગાર, વીર આ એના મુખ્ય રસ. આથી એમાં પ્રેમ અને શૌર્ય મુખ્ય ભાગ ભજવે છે; ભાગ્યની ચડતીપડતી કાર્યવેગમાં ઘાત-પ્રતિઘાતના તુમુલ આવર્તો ઉપજાવે છે. એનો વેગ પાત્રના આગવાં વ્યક્તિત્ત્વને ઝાઝાં સ્ફુટ કરવાનેય થંભતો નથી, શી ઘટના બને છે એના કરતાં ઘટના કેવી રીતે બને છે એ તરફ આપણું ધ્યાન ખેંચાતું હોય છે. ઉદ્યમ આવેગોના વમળમાં આપણે ચકરી ખાતા નથી. એમાં આપણે દૃષ્ટિને સ્થિર રાખીને ચારે દિશાને જોવા મથીએ છીએ; રેખા સાથે રેખાને ગોઠવીને આખું ચિત્ર ઉપસાવવા પ્રેરાઈએ છીએ. આથી એમાં પાત્ર અને એનાં કાર્ય અસાધારણ હોય તેવી અપેક્ષા રહેતી નથી. સાધારણ લાગતી સામગ્રીમાંથી સંવિધાનને પ્રતાપે અસાધારણનો સાક્ષાત્કાર થઈ શકે છે, પાત્રો અને ઘટનાઓ પોતે આકર્ષક હોતાં નથી, સર્જકે યોજેલાં સંવિધાનમાં એમને નવું મૂલ્ય પ્રાપ્ત થાય છે. આ નવું મૂલ્ય જ રસાસ્વાદનું કારણ બની રહે છે. કેટલીક ઘટનાઓ જ એવી હોય છે કે જેને વર્ણવવા માટે વિશિષ્ટ પ્રકારની ભાષા કે એવી કશી યુક્તિની આવશ્યક્તા જ વર્તાતી નથી. એવી કૃતિઓ પરત્વે 'ભાષાને શું વળગે ભૂર' એમ કહી શકાય, પણ આ કૃતિઓ સાહિત્યિક રચનાઓ બની રહેતી નથી. આવી કૃતિઓમાં ઘટનાઓનો મેદ જ પુષ્ટતાની ભ્રાંતિ ઊભી કરે છે. છાપું વાંચવાથી થતો 'આનંદ' તે રસાસ્વાદનો આનંદ નથી હોતો. :- સુરેશ જોશી

61) પરિચ્છદેમાં નવલકથાની કઈ બાબતની વાત કરવામાં આવી છે ?

62) લોકપ્રિય નવલકથામાં ક્યાં બે તત્ત્વો નિમિત્ત છે?

63) રસાસ્વાદનું મુખ્ય કારણ કયું છે ?

64) પરિચ્છેદમાં મુખ્ય ભાર ક્યા તત્ત્વ પર છે ?

65) પ્રસ્તુત પરિચ્છેદનું સ્વરૂપ કેવું છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

કેળવણીના મુખ્ય ક્ષેત્ર બે : માનસશાસ્ત્ર અને બીજું સમાજશાસ્ત્ર. બન્ને બાજુએ માણસ જો દૂર સુધી જઈ શક્યો હોય તો એ કેળવાયેલો છે જ. માણસ અંદર ઊતરીને, અંતર્મુખ થઈને જાતને તપાસીને, માનસશાસ્ત્રમાં ડૂબકી મારે છે; જ્યારે આસપાસ નિરીક્ષણ કરીને દૂર સુધીનો કાર્યકારણભાવ તપાસીને માણસ જેવાં માણસ કઈ કઈ રીતે વર્તે છે એનું નિરીક્ષણ કરીને તે સમાજશાસ્ત્ર ઘટાવે છે. અંદર ઉતરીને એ અંતર્યામીને ઓળખી શકે, તો બહાર બધે ફરી વળી એ વિરાટ પુરુષનું આકલન કરી શકે. અંતર્યામીની પહેચાન તે અધ્યાત્મશાસ્ત્ર, વિરાટ પુરુષનો પરિચય તે સૃષ્ટિશાસ્ત્ર. બન્ને મળીને ધર્મશાસ્ત્ર થાય છે. એનું પરિશીલન એ જ ખરી કેળવણી. :- કાકાસાહેબ કાલેલકર

66) આપેલ ફકરાનું સ્વરૂપ જણાવો ?

67) કાકાસાહેબે કઈ બાબતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ?

68) કેળવણીના મુખ્ય ક્ષેત્રો ક્યાં છે ?

69) વિરાટ પુરુષનો પરિચય એટલે.........?

70) માણસ માનસશાસ્ત્રમાં કઈ રીતે ડૂબકી મારે છે?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

ખરેખર તો આપણે સૂકાં પાંદડાં જેવા ખખડયા કરીએ છીએ, વેળાકવેળાએ કણસ્યા કરીએ છીએ. જીવન આપણે માટે ઉપચાર બની ગયું છે, આપણી ચેતનાનો ફુવારો હવે ઊંચી ઊડી શક્તો નથી. વૃક્ષોની અંદર જે જીવન હોય છે એ ઋતુએ ઋતુએ બહાર ઊભરાઈ આવે છે, આપણે માણસો વિશે એવું કહી શકીશું ખરા ? આપણી મુઠ્ઠીઓ જકડાતી જાય છે. ખુલવાનું કે ખીલવવાનું જાણે આપણે ભૂલતા જઈએ છીએ. આપણે સંસ્કૃતિની મોટી મોટી વાતો કરીએ છીએ એટલુ જ, બાકી હજી તો આપણને પ્રકૃતિની સાથેય રહેતાં આવડ્યું નથી. આપણે સંસ્કૃતિને પ્રકૃતિનો વિરોધી શબ્દ માનીને વર્તવા લાગ્યા છીએ એવું તો નથી ને? ઘરમાં વૃક્ષો ઉછેરી શકાય એવી કળા સિદ્ધ કરી ચૂકેલા જાપાનવાસીઓને પૂછો કે પ્રવૃતિ અને સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ પ્રકૃતિની પાછળ ભલે ના રહે, પણ એ પ્રકૃતિને ભૂલીને ચાલવા જશે તો ભીંત ભૂલ્યા જેવું થશે. પ્રકૃતિએ કોઈની મહેરબાની પર નભવાનું આવે ત્યારે જીવનમાં ક્યાંક બધિરતા પ્રવેશી ગઈ છે એમ માનવું પડે. સંસ્કૃતિ તો હમેશા પ્રકૃતિની ગોદમાં પાંગરી છે. વૃક્ષો અને શાસ્ત્રો આની સાક્ષી પૂરશે. હું પ્રકૃતિ ભણી પાછા વળવામાં જીવનનો નવોન્મેષ જોઉં છું. :- મણિલાલ હ. પટેલ

71) વૃક્ષો અને શાસ્ત્રો કોની સાક્ષી પૂરશે ?

72) આજનો માનવ પ્રકૃતિનો વિરોધી શબ્દ કોને માને છે ?

73) પ્રસ્તુત પરિચ્છેદમાં શેની વાત કરવામાં આવી છે ?

74) ‘આપણે સૂકાં પાંદડાં જેવાં ખખડયા કરીએ છીએ' તેનો અર્થ અહીં શું છે ?

75) કોનું જીવન ઋતુએ ઋતુએ બહાર ઊભરાઈ આવે છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

જાતમહેનત મનુષ્યમાત્રને સારુ અનિવાર્ય છે એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટોલ્સટોયના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઈ ગયો હતો - રસ્કિનનું 'અનટુ ધિસ લાસ્ટ' વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ 'બ્રેડ લેબર'નો અનુવાદ છે. 'બ્રેડ લેબર'નો શબ્દશઃ તરજુમો રોટી (ને સારુ) મજૂરી. રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ, શરીર વાંકું વાળવું જોઈએ એ ઈશ્વરી નિયમ છે. એ મૂળ શોધ ટોલ્સટોયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બુર્નોહની છે. તેને ટોલ્સટોયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને થાય છે. અહીં યજ્ઞનો અર્થ જાતમહેનત અથવા રોટીમજૂરી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે.

76) ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયમાં કોનું મહત્વ સમજાવ્યું છે ?

77) આપેલ પરિચ્છેદને ક્યું યોગ્ય શીર્ષક આપશો ?

78) મનુષ્યમાત્રને સારુ શું અનિવાર્ય છે ?

79) ‘બ્રેડ લેબર'નો અર્થ શું થાય છે ?

80) 'અન ટુ ધિસ લાસ્ટ' કૃતિ કોની છે ?


Up