GPSC State Tax Inspector Mock test - 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 200

કુલ ગુણ: 200

કટ ઑફ: 80

સમય : 2 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 200 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) “અનેકાંતવાદ” એ મુખ્ય સિદ્ધાંત અને ફિલસૂફી જે નીચેનામાંથી કઈ પરંપરાની છે?

2) ભારતીય રાષ્ટ્રીય સેના (I.N.A) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

3) નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ઋગ્વેદિક સમાજમાં વિધવા પુનર્લગ્ન પ્રચલિત હતાં.
2. ઋગ્વેદિક સમાજમાં બાળ લગ્ન પ્રચલિત નહોતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

4) સિંધુ ખીણની સભ્યતા (civilization)નું નીચેના પૈકી કયાં સ્થળ ભારતમાં આવેલ છે?

1. મોંહે-જો-દડો (Mohenjo-Daro)
2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala)
4. ધોળાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.

5) ઉપનિષદો ............ વિષયના પુસ્તકો છે.

6) અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો.......

7) જામનગર કે જે ઐતિહાસિક દ્રષ્ટિએ નવાનગર (નવું શહેર) તરીકે જાણીતું છે, તે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં....... રાજવંશના મહત્વના રજવાડા પૈકીનું એક હતું.

8) સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, ભારતના સંવિધાનની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે?

9) 1. જ્યોતિબા ફુલેએ કન્યાકેળવણી માટે ઈ.સ. 1851માં પૂણેમાં કન્યાશાળા શરૂ કરી હતી.
2. રાજા રામમોહનરાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

10) નીચેના વાક્યો ચકાસો.

1. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના વખતમાં ચીની યાત્રાળુ ફહિયાને રાજ્ય વહીવટ અને સમૃદ્ધિ અંગેની વિગતો દર્શાવેલ છે.
2. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના રાજ્યમાં કાલિદાસ ધન્વંતરી વારાહ મિહિર વૈતાલ ભટ્ટ જેવી મહાન હસ્તીઓ હતી.
3. આ સમ્રાટના મૃત્યુ બાદ ગુપ્ત વંશ છિન્નભિન્ત થઈ ગયું હતું.

11) પાણિનિએ સંસ્કૃતમાં “અષ્ટાધ્યાયી’ નામનો વ્યાકરણગ્રંથ ઈ.સ. પૂર્વે કઈ સદીમાં તૈયાર કર્યો હતો?

12) નીચેના પૈકી કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ 'સરદાર' તરીકે ભારતભરમાં જાણીતા થયા?

13) ગિરનાર શિલાલેખ અનુસાર ગિરનાર પર્વત પાસે સુદર્શન જળાશય પ્રથમ કોણે બાંધ્યું હતું?

14) પારસી સૌપ્રથમ ગુજારાતનાં ક્યાં બંદરે ઉતર્યા?

15) ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલ છે?

16) ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.

17) ગુજરાતમાંથી ક્યાં-ક્યાં રાષ્ટ્રીયધોરી માર્ગો પસાર થાય છે?

18) આર્યભટ્ટના ક્યા ગ્રંથમાં પાઈની કિંમત (3.14) જેટલી થાય છે ?

19) સાહિત્યકૃત્તિઓ પરથી નૃત્યનાટીકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે?

20) નીચેનામાંથી ક્યાં જિલ્લામાં ઊંચા પ્રકારનો ચૂનાનો પથ્થર મળે છે?

21) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી?

22) ‘ચિત્રવિચિત્રનો મેળો’ ક્યા યોજાય છે?

23) રંગે શ્યામ, લાંબુ પહોળુ માથુ, ચપટુ નાક, ટૂંકુ કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી પ્રજા કઈ હતી ?

24) તારંગાનં જૈન મંદિરો ગુજરાતમાં ક્યાં જિલ્લામાં આવેલ છે?

25) મધરડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે?

26) વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ કેટલા આદિજાતિ કુટુંબો માટે રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે?

27) લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. અધ્યક્ષ એક અર્ધ-ન્યાયિક (Quasi-judicial body) સંસ્થા છે.
2. તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે.
3. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

28) રાજ્ય સભાના સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે ?

29) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા.......

30) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મૂળ બંધારણમાં મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો.
2. પ્રથમ બંધારણીય સુધારાથી જ મિલકતના અધિકારમાં કાપ મુકવામાં આવ્યો હતો
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

31) ભારતીય ન્યાયતંત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સંસદે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય છે.
2. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

32) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર સંબંધ છે.
2. ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

33) ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો કરવાનો અધિકાર મળે છે?

34) સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગૂડ્સ અને સર્વિસ ટેક્ષ (GST)નો અમલ કરવામાં આવ્યો?

35) ભારતના બંધારણના અનુચ્છેદ નં. 165 માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે?

36) ભારતના બંધારણ હેઠળ 'સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણ' ............

37) નીચેનામાંથી કયો પ્રદેશ રાજ્ય બનતા પૂર્વે કેન્દ્રશાસિત પ્રદેશ ન હતો ?

38) રાષ્ટ્રપતિની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેઓ પ્રધાનમંડળ દ્વારા આપવામાં આવેલ સલાહ મુજબ કરવા બંધાયેલા છે.
2. વડાપ્રધાનની મૌખિક ભલામણને આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

39) 1992ના 73મા બંધારણ સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારૂ સ્વરૂપ આપ્યું છે.
2. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે.
3. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

40) મૂળભૂત અધિકારો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તે પૈકી કેટલાક માત્ર નાગરિકોને જ્યારે કેટલાક તમામ વ્યક્તિઓને ઉપલબ્ધ હોય છે.
2. રાજ્ય તેમની ઉપર વાજબી પ્રતિબંધ મૂકી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

41) નીચેનામાંથી કઈ બાબત સહવર્તી સૂચિમાં સમાવિષ્ટ થાય છે?

42) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ ડીરેક્ટરની વખતોવખત અપાતી સામાન્ય સૂચનાઓ સિવાય સ્કુલ બોર્ડ સ્ટાફની બઢતી, બદલી તેમ જ કલમ 20 અન્વયેના નિભાવવામાં આવતા સ્ટાફ સામે તમામ પ્રકારના શિસ્ત સબંધી પગલા (નોકરીમાંથી દુર કરવા સહીત) લેવાની સત્તા કોને છે ?

43) નીચેના વાક્યો ચકાસો.

1. ભારતના સંવિધાનમાં 43મો અને 87મો સુધારો કરીને સંવિધાનમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવેલ છે.
2. ભારતના સંવિધાનની કલમ 52-કમાં મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવેલ છે.

44) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. બાળ મજૂરીને અટકાવવા અંગે બાળ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986નો કાયદો છે.
2. ભારતના સંવિધાનના અનુચ્છેદ-24માં ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેવી જોગવાઈ છે.

45) ભારતમાં રાજ્યોની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે?

46) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

47) ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પર પુનર્વિચાર કરવા માટે The State Reorganization Commissionની રચના 1953માં કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ………………..એ કર્યું હતું.

48) બંધારણની કઈ સંસદીય સમિતિના સભ્ય શાસક પક્ષના સભ્ય જ હોવા જોઈએ?

49) નીચેનામાંથી કયા વર્ષમાં ભારતના બંધારણનો પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ અમલમાં આવ્યો ?

50) રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે ભારતના બંધારણની કઈ કલમ, ભારતના રાષ્ટ્રપતિને આંતરરાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે ?

51) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એક ....…

52) નીચે આપેલી કલમોને અન્ય આપેલી જોગવાઈઓ સાથે જોડો.

1. કલમ 262 (i) આંતર-રાજ્ય નદીઓના જળને લગતા વિવાદોનો ચુકાદો
2. કલમ 280 (ii) નાણાં આયોગ
3. કલમ 300A (iii) મિલકતનો અધિકાર
4. કલમ 315 (iv) જાહેર સેવા આયોગ

53) ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારની આદિજાતિ મહિલાઓ ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી તેના વેચાણ થકી પગભર થાય તેવા મુખ્ય ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ નાહરી કેન્દ્ર યોજનામાં કેટલી મહિલાઓનું એક જૂથ બની નાહરી કેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે ?

54) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે.
2. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે.
3. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?

55) માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા આના દ્વારા અપનાવવામાં આવી હતીઃ

56) વિધાનસભા અને વિધાન પરિષદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. વિધાનસભાના સભ્યપદ માટે 25 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે.
2. વિધાન પરિષદના સભ્યપદ માટે 30 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

57) નીચેનામાંથી કયો કેસ નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને લગતો છે?

58) દેશમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો નૈતિક અધિકાર છે તેવી જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ માં કરવામાં આવી છે.

59) માન. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન ક્યારે કરી શકે છે?

60) 1986માં પંચાયતી રાજ માટે કઈ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી?

61) નીચેનામાંથી કયો, પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ માનવામાં આવે છે ?

62) ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (જાતિનું પ્રમાણપત્ર આપવા અને ચકાસણીની જોગવાઈ), અધિનિયમ, 2018 હેઠળ રચાયેલ સ્ક્રુટીની કમિટી દ્વારા ખોટી રીતે અપાયેલ/ મેળવેલ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રને જપ્ત કરી રદ્દ જાહેર કરવાના હુકમથી નારાજ વ્યક્તિ પાસે નીચેના પૈકી કયો વિકલ્પ રહેશે?

63) જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક સાથે સંબંધિત નીચેનાં વિધાનોનો વિચાર કરોઃ

1. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂંક, પોસ્ટિંગ અને બઢતી રાજ્યપાલ દ્વારા હાઈકોર્ટની સલાહ સાથે કરવામાં આવે છે.
2. ગૌણ ન્યાયિક અધિકારીઓ જો એડવોકેટ તરીકે સાત વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તેઓ જિલ્લા ન્યાયાધીશ તરીકે સીધી નિમણૂંક માટે અરજી કરી શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

64) ભારતના રાષ્ટ્રપતિના પગારની ચૂકવણી અંગે નીચેનામાંથી કયું ખોટું છે?

65) નવી અખિલ ભારતીય સેવા કઈ રીતે શરૂ કરી શકાય?

66) 1960માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિ અંગે આયોગની નિમણૂંક કરેલ. આ આયોગના અધ્યક્ષ કોણ હતા?

67) નાણાં પંચ સંદર્ભે કયું સાચું છે?

68) એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ............

69) ભારતના બંધારણમાં જાહેરહિતની અરજી (PIL)ની સંકલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવી છે?

70) ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છેઃ

71) ભારતનાં બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પક્ષપલટાને લગતી જોગવાઈઓનો સમાવેશ બંધારણની નવમી અનુસૂચિમાં કરવામાં આવેલ છે.
2. પક્ષપલટાના કિસ્સામાં અયોગ્યતા નક્કી કરવાની સત્તા સંબંધિત ગૃહના અધ્યક્ષ પાસે હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

72) ગૌણ વન પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અંગેની જિલ્લા સ્તરીય સંકલન અને મોનીટરીંગ સમિતિમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?

73) 74માં બંધારણીય સુધારા હેઠળ નગરપાલિકાને બંધારણીય માન્યતા આપવા માટે કયો ભાગ ઉમેરવામાં આવેલ હતો ?

74) રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલો આ અધિકાર નથી.

75) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે?

1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.

76) ભારતીય રિઝર્વ બેન્કનું મુખ્ય મથક કલકત્તાથી મુંબઈ કયા વર્ષમાં સ્થાનાંતરિત કરવામાં આવેલ હતું?

77) ભાવનાત્મક બુદ્ધિમતાનો અભ્યાસ.... કરી શકાય.

78) દ્રઢતાનો અર્થ ......

79) ડેપ્રીસીયેશન (ઘસારો)નો અર્થ શું થાય છે ?

80) કયા વર્ષમાં વૃદ્ધો માટેની રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવેલ ?

81) RBIના શાખ નિયંત્રણ સાધનોના સંદર્ભમાં વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રિવર્સ રેપોરેટ, વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR) અને રોકડ અનામત પ્રમાણ (CRR) એ પરિમાણાત્મક સાધનો છે.
2. શાખ માપબંધી અને નૈતિક સમજાવટ એ ગુણાત્મક સાધનો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

82) ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર સ્મોલ હાઈડ્રોપાવર પોલિસી કયા વર્ષથી અમલી બનાવી છે?

83) ભારતમાં કેન્દ્રીય બેંકીંગ કામગીરીઓ .............. દ્વારા કરવામાં આવે છે.

1. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
3. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા
4. પંજાબ નેશનલ બેંક

84) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

85) વૈશ્વિક આબોહવા નીતિમાં કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ્સની ભૂમિકાને નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણવે છે?

86) ગુજરાતના નાગરિકો માટે “મહેસૂલમાં ક્રાંતિ” કાર્યક્રમ અંતર્ગત મહેસૂલી સેવા સરળ અને ઝડપી બને તે માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે?

87) અલ્પ રોજગાર એક સ્થિતિ છે, જ્યાં લોકો –

88) આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિના પિતામહ કોને ગણવામાં આવે છે?

89) "Sustainable Action for Transforming Human Capital - SATH" કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે?

90) કિશોર ગુન્હેગારોના પુનર્વસન માટેની સંસ્થા કઈ છે?

91) ચીજવસ્તુની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કરવેરો ………………... છે.

92) ડૉ. મેઘનાદ સાહાના ખગોળ ભૌતિકશાસ્ત્રમાં યોગદાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. તેમણે આયનીકરણ સમીકરણ વિકસાવ્યું, જે તત્વોની આયનીકરણ સ્થિતિઓના આધારે તારાઓની ભૌતિક પરિસ્થિતિઓ સમજાવે છે.
2. ક્વોન્ટમ આંકડાશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ તેમને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
3. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) ના પ્રમુખ બનનાર તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

93) ભારતની પુનઃ પ્રાપ્ય ઊર્જાક્ષમતા અને પ્રતિબદ્ધતાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. કેન્દ્રીય બજેટ 2024-25 મુજબ, ભારતે 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
2. રાજ્યોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા અપનાવવાનું ઝડપી બનાવવા માટે 30 જૂન, 2025 સુધીમાં શરૂ થનારા પ્રોજેક્ટ માટે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ શુલ્ક માફ કરવામાં આવ્યા છે.
3. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન યોજનાનો હેતુ 2027 સુધીમાં ભારતના વીજળીની જરૂરિયાતોના 40% સૌર ઊર્જા દ્વારા પ્રાપ્ત કરવાનો છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

94) સેબી (SEBI) ના ક્ષેત્રીય કાર્યાલય નીચેના પૈકી કયા છે?

1. કોલકત્તા
2. દિલ્હી
3. ચેન્નાઈ
4. અમદાવાદ

95) નીચેનામાંથી કયા, સંસ્થામાં નૈતિક સમસ્યાના સ્ત્રોત છે ?

1. વ્યક્તિ ચરિત્રની નિષ્ફળતા
2. સંસ્થાના ધ્યેયો વિરૂદ્ધ સામાજીક ધ્યેય
3. મનોવૈજ્ઞાનિક અહંકાર અને બુધ્ધીવાદ
4. સદ્ગુણ અને સાર્વજનીક હિતનો સંઘર્ષ
5. વ્યક્તિગત મૂલ્યો અને સંસ્થાકીય લક્ષ્યોનો સંઘર્ષ
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

96) ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) માં જોડાવાના ભારતના પ્રયાસો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથેના વધારાના પ્રોટોકોલનું ભારતનું પાલન તેના NSG અરજીને સમર્થન આપીને પરમાણુ અપ્રસાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
2. 2008 માં ભારતને આપવામાં આવેલ NSG માફી તેને NPT પર હસ્તાક્ષર કર્યા વિના નાગરિક પરમાણુ વેપારમાં જોડાવા માટે પરવાનગી આપે છે.
3. ભારતે NSG સભ્યપદની મંજૂરી માટે યુએન સુરક્ષા પરિષદના તમામ સ્થાયી સભ્યો (P5) ને સફળતાપૂર્વક લોબિંગ કર્યું છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

97) નીચેના વાક્યો ચકાસો.

1. ભારતે 450 ગીગા વૉટ રિન્યુએબલ એનર્જીના મહત્વાલક્ષી લક્ષ્યાંકો નક્કી કરેલ છે.
2. આ લક્ષ્યાંકોમાં સૌર ઉર્જા પવન ઉર્જા બાયોમાસ અને નાના હાયડ્રોપાવરના ઉત્પાદનનો સમાવેશ થાય છે.
3. LED લાઈટીંગ સ્માર્ટ મીટર વગેરે સાધનોના ઉપયોગથી વીજળીનો વપરાશ ઘટાડવા પ્રયત્ન કરવાનો રહે છે.

98) ભારતના પરમાણુ પ્રતિરોધ વ્યૂહરચના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવવા માટે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ નીતિનું પાલન કરે છે.
2. INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર એ ભારતની પરમાણુ સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતાનો મુખ્ય ઘટક છે.
3. ભારત ત્રિપુટી-આધારિત પરમાણુ પ્રતિરોધ જાળવે છે, જેનો અર્થ છે કે તેની પાસે જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

99) રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ, (Red Hearing Prospectus) જે સમાચારોમાં જોવા મળે છે તે કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

100) પંચ વાર્ષિક યોજના અંગેના વાક્યોની મુલવણી કરો.

1. પ્રથમ પંચવાર્ષિક યોજના – કૃષિ વિકાસ અને ફુગાવા પર અંકુશ
2. પાંચમી પંચવાર્ષિક યોજના – ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી.
3. 11મી પંચવાર્ષિક યોજના-ઝડપી અને સર્વ સમાવેશક વૃદ્ધિ

101) ઈલ્વાદુર્ગાનો કિલ્લો કયા સ્થળે આવેલો છે ?

102) મણીપુર રાજ્યમાં આવેલ મીઠા પાણીના સરોવરનું નામ શું છે?

103) ભારતનાં મત્સ્યોદ્યોગ ક્ષેત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે.
2. અંદાજે ત્રણ ચતુર્થાંશ માછલી ઉત્પાદન દરિયાઈ મત્સ્યોદ્યોગ દ્વારા પ્રાપ્ત થાય છે.
3. માછલીનું ઉત્પાદન અને નિકાસ સર્વકાલીન ઉચ્ચસ્તરે પહોંચી છે.
4. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ સરકારનું લક્ષ્ય 2024-25 સુધીમાં મત્સ્ય- ઉદ્યોગની નિકાસ કમાણી રૂપિયા 1 લાખ કરોડ સુધી વધારવાનું છે. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

104) ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અનં સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

105) સતલજ નદી કયા પહાડના ઘાટમાંથી ભારતમાં પ્રવેશે છે?

106) કર્ણાટકમાં રેશમના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો નીચેના પૈકી ક્યાં છે?

1. બેંગ્લોર
2. કોલાર
3. મૌસુર
4. બેલગામ

107) ભારતમાં જોવા મળતાં પક્ષીઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે.
2. ફૂલસૂંઘણો ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

108) નીચેનામાંથી કયું અભયારણ્ય ગુજરાતમાં પશ્ચિમ ઘાટનો ભાગ છે?

109) યુરેનિયમના ખનિજો નીચેનામાંથી કયા રાજ્યોમાં મળે છે?

110) નીચેના વાક્યો ચકાસો:

1. અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા અને પછી દર વર્ષે આબોહવા પરિવર્તનને કારણે ચક્રાવાતની સંખ્યા વધતી જાય છે.
2. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિશ્વની અડધા કરતા વધારે ચક્રાવાતનું સર્જન થાય છે.

111) 1857 ના બળવામાં ગુજરાતના આણંદમાં આગેવાની કરનાર નેતા કોણ હતા?

112) નીચેનામાંથી કયું એક અલકનંદા અને ભાગીરથી નદીઓનું સંગમ સ્થળ છે ?

113) ગુજરાતના કયા જિલ્લામાં મેંગેનીઝ ધાતુ મળી આવે છે ?

114) ધરોહર ભવન .............. નું નવું મુખ્ય મથક છે.

115) મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે સ્થિત છે?

116) નીચેના વાક્યો ચકાસો:

1.તૃતીયક સેવા પ્રવૃત્તિઓમાં વ્યાપાર, વાણિજ્ય, પરિવહન, સંચાર સેવાઓનો સમાવેશ થાય છે.
2. ચતુર્થક પ્રવૃત્તિઓમાં માહિતી આધારિત સેવાઓ, સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
3. પંચમ પ્રવૃત્તિઓમાં નિષ્ણાતો, સલાહકારો અને નીતિ નિર્ધારકોનો સમાવેશ થાય છે.

117) આજી, મચ્છુ અને બ્રાહ્મણી નદીમાં સામાન્ય શું છે?

118) ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ કયા નામે ઓળખાય છે?

119) કુદરતી ખેતી પરના રાષ્ટ્રીય મિશન (NMNF) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આ મિશનનો કુલ ખર્ચ રૂપિયા લગભગ 5000 કરોડ છે.
2. આ મિશન આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે પૂર્વજોથી વારસામાં મળેલ ખેતીના મૂળ પરંપરાગત જ્ઞાનના મિશ્રણ પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

120) નીચેનામાંથી દરિયાઈ કિનારો ધરાવતા જિલ્લાનો વિકલ્પ પસંદ કરો:

1. જુનાગઢ
2. ખેડા
3. નવસારી
4. વડોદરા
5. મોરબી
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

121) ભારતના પ્રથમ દરિયાની અંદર કાંઠાથી થોડે દૂર (ઓફશોર) વિન્ડ ફાર્મ પ્રોજેક્ટના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તે ગુજરાત રાજ્યમાં આવી રહ્યો છે.
2. આ પ્રોજેક્ટને નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી દ્વારા સહકાર મળી રહ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

122) નીચેના પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે?

1. રૂપેણ નદી મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વતમાંથી નીકળે છે.
2. સરસ્વતી નદી કચ્છના મોટા રણમાં સમાય છે.
3.સાબરમતી નદી કોપાલીની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે.

123) નીચેનામાંથી કઈ “મિશ્રિત ખેતી”ની મુખ્ય વિશેષતા છે?

124) નીચેના પૈકી કયું એક શહેર યમુના નદી કિનારે આવેલું નથી?

125) પૃથ્વીના ખંડો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આફ્રિકા ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત પસાર થાય છે.
2. યુરોપ ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત કે મકરવૃત પસાર થતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

126) પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન ક્યા પ્રકારનું પરાવર્તન હોય છે ?

127) નીચેનામાથી કયા ગ્રહની આજુબાજુમાં વલયો બનેલા છે ?

128) સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે ?

129) ગોલ્ગી પ્રસાધનમાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓને શું કહે છે ?

130) નીચેના પૈકી ક્યા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ?

131) કેલ્શિયમ ધાતુ કઈ ખનિજમાંથી મળે છે ?

132) ગર્ભાશયમાં સતત ભ્રૂણનો વિકાસ થતો રહે છે, ભ્રૂણની એ અવસ્થા આવે છે કે જેમાં બધા શારીરિક અંગોની ઓળખ થઈ શકે છે જેને શું કહે છે ?

133) દમિત્રી ઈવાનોવિચ મેન્ડેલીફનો આવર્ત નિયમ શું દર્શાવે છે ?

134) નીચેનામાથી કયો પદાર્થ એસિડ નથી ?

135) લંબાઈના માપનાં એકમોમાં નીચેનું કોણ અસંગત છે ?

136) બરફનાં પાણીમાં રુપાંતાર થાતુ હોય તે દરમિયાન શૂ થાય છે ?

137) વનસ્પતિમાં શ્વસનક્રિયા માટે જવાબદાર અંગિકા કઈ છે ?

138) સર્પગંધામાંથી શું મળી આવે છે ?

139) કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે ?

140) નીચેનામાંથી ક્યું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ?

141) રેશમના કીડામાંથી રેશના રેસાઓ મેળવવાની શોધ ક્યા દેશમાં થઈ હતી ?

142) DNAનું પૂરું નામ આપો.

143) અખુટ નૈસર્ગિક સમ્પંતિમાં કોનો સમાવેશ થાતો નથી ?

144) સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કોણ કરે છે ?

145) શરિરમાના પ્રતિરક્ક્ષા તંત્ર નૂ મુખ્ય કાર્ય શુ છે ?

146) ચુંબકીય સોય ક્યા સાધનમાં જોવા મળે છે ?

147) કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઈડમાંથી ધાતુ મેળવી શકાય છે ?

148) થાઈરોઈડ ગ્રંથિ ક્યો અંતઃસ્રાવ ઉત્પન્ન કરતું નથી જેના કારણે ગળાનાં ભાગે ગોઈટર નામક રોગ થાય છે ?

149) SONARનું પૂરું નામ જણાવો.

150) ISR (Institute of Seismographic Research) સંસ્થા ક્યાં આવેલી છે ?

151) ભારત દ્વારા વિકસાવવામાં આવેલ સ્વદેશી વોટર-સોલ્યુબલ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.

1. આ ટેક્નોલોજી વિકસાવવા માટેના પ્રોજેક્ટનું નેતૃત્વ સોલ્યૂબલ ફર્ટિલાઈઝર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (SFIA)ના પ્રેસિડેન્ટ રાજીબ ચક્રવર્તીએ કર્યું હતું.
2. આ ટેક્નોલોજી કેન્દ્રીય ખાણ મંત્રાલય (MoM)ના સહયોગથી વિકસાવવામાં આવી છે.
3. આ ટેક્નોલોજી દ્વારા લગભગ બધા જ પ્રકારનાં સોલ્યુબલ ખાતરો બનાવી શકાશે

152) 2 સપ્ટેમ્બર, 2025 'વિશ્વ નાળિયેર દિવસ' બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.

1. થીમ "Uncovering Coconut's Power, Inspiring Global Action." હતી.
2. ગુજરાતમાં મુખ્યત્વે નાળિયેરનું ઉત્પાદન ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકામાં થાય છે.
3. સૌથી વધુ નારિયેળ ઉત્પાદન કરતા ભારતનાં રાજ્યોમાં ગુજરાત 7મા ક્રમે.

153) MONDIACULT કોન્ફરન્સ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.

1. MONDIACULT એ વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક નીતિ પરિષદ છે.
2. આ કોન્ફરન્સનું આયોજન યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) અને સ્પેન સરકાર દ્વારા સ્પેનના બાર્સેલોના શહેર ખાતે કરવામાં આવ્યું હતું.
૩. આ કોન્ફરન્સ દરમિયાન UNESCOએ ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓનું વિશ્વનું પ્રથમ વર્ચ્યુઅલ મ્યુઝિયમ લોન્ચ કર્યું છે.

154) સૂર્યમંડળમાં સૂર્યના પ્રભાવનો અભ્યાસ કરવા માટે ઇન્ટરસ્ટેલર મેપિંગ ઍન્ડ એક્સિલરેશન પ્રોબ (IMAP), સ્પેસ વેધર ફોલો-ઓન-લેગ્રેન્જ 1 (SWFO-LI) અને કેરુથર્સ જીઓકોરોના ઓબ્ઝર્વેટરી (CGO) મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે ?

155) ‘દરિયાઈ જૈવવિવિધતા સંધિ/હાઈ સી ટ્રીટી' (BBNJ કરાર) કયા આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ સ્વીકારવામાં આવી હતી ?

156) કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિક સંશોધન, ટૅકનૉલૉજીકલ નવીનતા અને વિસ્તરણ સેવાઓ દ્વારા ઉચ્ચ ઉપજ આપતી, લોંગ સ્ટેપલવાળા કપાસની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ?

157) 18મા ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO-2025) બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.

1. IESO 2025 ચીનના જિનિંગમાં યોજાયો હતો.
2. તે સમગ્ર વિશ્વમાં માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ (ધોરણ 9થી 12) માટે અર્થ સાયન્સની એક વાર્ષિક વૈશ્વિક સ્પર્ધા છે.
3. આ સ્પર્ધામાં ભારતીય ટીમે 10 મેડલ જીત્યા હતા.

158) ભારતના સૌપ્રથમ સહકારી મલ્ટી-ફીડ કૉમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ અને પોટાશ ગ્રેન્યુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

159) 82મો વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ 2025 વિષે યોગ્ય વિધાની પસંદ કરો.

1. ભારતીય ફિલ્મ નિર્માતા અનુપર્ણા રોયને ઓરિઝોન્ટી સેકશનમાં શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શકનો એવોર્ડ એનાયત થયો છે.
2. આ ફિલ્મ ફેસ્ટિવલ ઈટાલીના લિડો ડી વેનેઝિયા ખાતે યોજાયો.
3. આ અનુપર્ણ રોયને તેમની ફિલ્મ 'સીંગ્સ ઓફ ફોર્ગેટન ટ્રીસ માટે 'ઓરિઝોન્ટી' સેક્શનમાં 'શ્રેષ્ઠ દિગ્દર્શક'નો એવોર્ડ એનાયત થયો છે.

160) 13 ઓક્ટોબર, 2025ના રોજ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (MoC&I)ના મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP)ની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી હતી ?

161) તાજેતરમાં માલદીવ કઈ સફળતા હાંસલ કરીને વિશ્વમાં પ્રથમ દેશ બન્યો છે ?

162) સપ્ટેમ્બર, 2025માં ભારતનો છુટક ફુગાવો કેટલો નોંધાયો હતો, જે છેલ્લા 8 વર્ષનો નીચલો સ્તર છે ?

163) ભારતીય સેનાએ કઈ જગ્યાએ 'યુનાઇટેડ નેશન્સ ટૂપ કન્ટ્રિબ્યુટિંગ કન્ટ્રીઝ (UNTCC) ચીફસ કોન્ફ્લેવ 2025'નું આયોજન કર્યું હતું ?

164) ગ્લોબલ મલ્ટીડાયમેન્સન પોવર્ટી ઇન્ડેક્સ (MPI)માં, કોઈ વ્યક્તિને બહુપરિમાણીય ગરીબ ગણવા માટે તે કેટલા ટકા અથવા તેથી વધુ ભારિત સૂચકાંકોમાં અભાવગ્રસ્ત હોવો જોઈએ ?

165) 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2025 સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.

1. અમદાવાદના કાંકરિયા લેક સ્થિત EKA એરેના ખાતે ગુજરાત ટૂરિઝમના સહયોગથી 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
2. લાપતા લેડીજ ફિલ્મને સૌથી વધુ 13 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.

166) સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા લખનઉમાં PTC ઇન્ડસ્ટ્રીઝ ખાતે ટાઇટેનિયમ અને સુપરએલોય મટીરિયલ્સ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કેટલી છે ?

167) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.

1. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ની 69મી જનરલ કોન્ફરન્સ ઓસ્ટ્રિયાના વિયેના શહેર ખાતે યોજાઈ હતી.
2. આ કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અણુ ઊર્જા આયોગ (AEC)ના અધ્યક્ષ અને અણુ ઊર્જા વિભાગ (DAE)ના સચિવ ડો. અજિતકુમાર મોહંતીએ કર્યું હતું.
3. આ કોન્ફરન્સમાં માલદીવ IAEAનો 182મો સભ્યદેશ બન્યો.

168) વર્લ્ડ સોશિયલ સિક્યુરિટી ફોરમ (WSSF) 2025માં ભારતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે ?

169) તાજેતરમાં ભારત કેટલામી વખત યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ના સભ્ય તરીકે ચૂંટાયું ?

170) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાની પસંદ કરો.

1. શહેરી કચરો વ્યવસ્થાપન માર્ગદર્શન માટે સ્વચ્છ શહેર જોડી' પહેલ લોન્ચ કરવામાં આવી.
2. આ પહેલ શહેરી કચરો વ્યવસ્થાપન ક્ષેત્રમાં સૌથી મોટો ટાઇમ-બાઉન્ડ અને માળખાકીય માર્ગદર્શન ફ્રેમવર્ક છે.

171) હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતના પાસપોર્ટ ધારકો કેટલા દેશોમાં વિઝા વગર મુલાકાત લઈ શકે છે ?

172) એન્ટાર્કટિકામાં ભારતનું નવું સંશોધન સ્ટેશન 'મૈત્રી ॥' ક્યા વર્ષ સુધીમાં પૂર્ણ થવાનું છે ?

173) ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN )ના પ્રથમ ગ્રીન સ્ટેટસ ઑફ સ્પીસીઝ એસેસમેન્ટ અનુસાર વાઘની વર્ગીકરણ સ્થિતિ શું છે ?

174) તાજેતરમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) એ ગ્રીન સી ટર્ટલ (Chelonia mydas)ને કઈ શ્રેણીમાં અપગ્રેડ કર્યું છે?

175) હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ (ઓક્ટોબર, 2025) મુજબ ભારત કયા ક્રમે છે?

176) પિતાની ઉંમર 40 વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતાં 18 વર્ષ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં 3 વર્ષ ઓછી છે તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે?

177) હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 5 ગણી છે. જો 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી તો હાલમાં પુત્ર અને પિતાની ઉંમર અનુક્રમે કેટલી હશે?

178) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

38, 36, 32, 30, 26……….?

179) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

199, 135, 86, 50, 25…….?

180) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

35, 24, 15, 8……?

181) વિધાન: કેટલીક ગાય હાથી છે. કેટલાક હાથી કાગડા છે.

તારણ :
(A) કેટલીક ગાય કાગડા છે.
(B) કેટલાક હાથી ગાય છે.

182) વિધાન : (!) બધી શાર્ક, માછલી છે. (!) કોઈ માછલી, સાપ નથી.

તારણ :
(A) કોઈ સાપ, શાર્ક નથી
(B)કોઈ શાર્ક, સાપ નથી.

183) જો કોઈ ચોક્કસ કોડમાં, VISHWANATHAN ને NAAWTHHSANIV તરીકે લખવામાં આવે છે. તે કોડમાં KARUNAKARANA કેવી રીતે લખાયેલ છે?

184) જો "FIRE" નો કોડ"DGPC" હોય, તો "SHOT" નો કોડ શોધો.

185) જો કોઈ ચોક્કસ કોડમાં CORPORATIONS ને PROCTAROSNOI તરીકે લખાયેલ હોય, તો તે કોડમાં JUDICIAL કેવી રીતે લખાય છે?

186) સૂર્યાસ્ત સમયે વ્યક્તિ A અને B એકબીજા સામે મુખ રાખીને ઊભા છે. વ્યક્તિ A જુએ છે કે વ્યક્તિ B નો પડછાયો પોતાની ડાબી બાજુએ પડે છે. તો વ્યક્તિ A નું મુખ કઈ દિશામાં હશે ?

187) તરુણ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિ.મી. પૂર્વમાં ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફે વળી 3 કિ.મી. ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

188) હું ઉત્તર તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 145° ઘડિયાળની દિશામાં અને 100° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?

189) 29/4/2005 ના રોજ શુક્રવાર હોય તો 29/4/2006ના રોજ કયો વાર હશે ?

190) આજે શુક્રવાર છે તો પછીનાં રવિવાર પછે ૨૫ માં દિવસે ક્યો વાર આવે?

191) 26 જાન્યુઆરી, 1950ના દિવસે કયો વાર હતો?

192) "વર્તુળ : વ્યાસ" જેવી જોડી પસંદ કરો.

193) જો તાપમાન :: ડિગ્રી તો, વિસ્તાર :: ................?

194) જો બનાસકાંઠા : પાલનપુર :: તાપી ...........?

195) નીચેની સંખ્યાઓના સમૂહમાં કઈ સંખ્યા જુદી પડે છે ?

196) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

197) નીચેનામાંથી કઈ જોડી અલગ છે ?

198) નીચે આપેલ ચોરસમાં કુલ કેટલા ત્રિકોણ બનશે?

199) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બને છે?

200) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બનશે?


Up