તળપદા શબ્દો

પૂરણ

પૂર્ણ

 

બકાલું

શાકભાજી

નઠારું

ખરાબ

 

મોર

આગળ

વેળા

સમય

 

વટે

પસાર કરે

ધરમ

ધર્મ

 

માણહ

માણસ

કને

પાસે

 

ભળકડે

સવારે

સેજયા

પથારી

 

પોક

બૂમ

હૈંડું

હૃદય

 

ગવન

સાલ્લો

વેંઝણો

પંખો

 

દુંદ

મોટું પેટ

આલું

આપું

 

મેજબાન

યજમાન

હરખ

હર્ષ

 

બાપડા

બિચારા

ભાગ

ભાગ્ય

 

જનમી

જન્મી

નેન

નયન

 

લગણ

સુધી

ડોહો

ડોસો

 

જગન

યજ્ઞ

પૂગે

પહોંચે

 

ભો

ભય

ભાળવું

જોવું

 

અધમણ

અર્ધોમણ

અડાળી

રકાબી

 

ઝાંઝરિયા

આભૂષણ

મુલક

પ્રદેશ

 

ફોડ

સ્પષ્ટતા

લગન

લગની

 

ફરક

તફાવત

નવાણ

જળાશય

 

મગતરું

મચ્છર

ભરમાંડ

બ્રહ્માંડ

 

લાંક

મરોડ

ભગતિ

ભક્તિ

 

હટાણું

ખરીદી

ફંદ

જાળ

 

ઓળો

છાયો

હડફ

એકાએક

 

સમણું

સપનું

આણી-પા

આ બાજુ

 

પેઠે

જેમ

ઓલીપા

પેલી બાજુ

 

કાજ

કાર્ય

કોર

બાજુ

 

સિકલ

ચહેરો

પડતપે

તડકામાં

 

કમકમા

ધ્રુજારી

સમશાન

સ્મશાન

 

હેંડો

ચાલો

પ્રથમી

પૃથ્વી

 

ઢબ

રીત

કરડાકી

કટાક્ષ

 

લૂગડાં

કપડાં

ભણી

તરફ

 

તાન

ગેલ

અચિરજ

અચરજ

 

ઊંનું

ગરમ

પંગત

હાર

 

અઢેલીને

અડીને

કોક

કોઈક

 

કોરું

સૂકું

ગરવાઈ

ગૌરવ

 

હરવર

સ્મરણ

સાખ

સાક્ષી

 

વાંઢું

કુંવારું

છાક

નશો

 

હાપ

સાપ

તંઈ

તો પછી

 

દન

દિવસ

નિહાકો

નિસાસો

 

સંધુય

બધુંય

ચંત્યા

ચિંતા

 

બુન

બહેન

ગોજ

પાપ

 

ધધૂડો

ધોધ

વિપદ

વિપત્તિ

 

નોંધારું

નિરાધાર

ઉતારણ

ઉતારવું

 

ચૂવું

ટપકવું

અનભે

નિર્ભય

 

ગલફોરું

ગલોફું

અટાણે

અત્યારે

 

કડછો

ચમચો

હિમારી

તમારી

 

ઈંયાં

ત્યાં

પરમાણ

પ્રમાણ

 

વકરો

કમાણી

વા'લો

વ્હાલો

 

ચેટલાં

કેટલાં

આઈ

મા

 

હાંજે

સાંજે

વેગળું

અલગ

 

ભળભાંખડું

મળસ્કું

બરડો

પીઠ

 

નીહરવું

નીકળવું

દાબડો

ડબ્બો

 

બાકોરું

કાણું

જ્યાં'તાં

ગયાં હતાં

 

છેતર

ખેતર

ઢબૂરવું

ઓઢાડવું

 

ગનો

ગુનો

અવ

હમણાં

 

અળગું

દૂર

હાક

બૂમ

 

પંડે

જાતે

વસ

વસ્તુ

 

છપનો

સંવત ૧૯૫૬

ઓશિયાળું

લાચાર

 

સેમ

સીમ

વા

પવન

 

જક

હઠ

પૂઠે

પાછળ

 

કુણ

કોણ

ચચરાટ

બળતરા

 

કોશીર

કરકસર

ખોળિયું

દેહ

 

ભાગોળ

પાદર

ઓરતા

ઈચ્છા

 

ફડચ

ટુકડો

પાવરધા

હોશિયાર

 

હડી

દોડધામ

વાસ્તે

કાજે

 

ઓઠું

પડદો

ખાસડાં

પગરખાં

 

દોઢિયું

પૈસો

આળી

નરમ

 

અમથું

અમસ્તાં

ઢોબલું

વાસણ

 

ફોરવું

મહેંકવું

છીંડું

બાકોરું

 

પોગળ

પોકળ

નફકરો

ચિંતા વગરનો

 

ફાચર

વિઘ્ન

તંતીલું

જક્કી વલણવાળું

 

જોટો

જોડ

તોરીલું

ગુસ્સાવાળું

 

દેરું

મંદિર

હોગલી

પૂળાની ગંજી

 

ચેહ

ચિતા

આથમણું

પશ્ચિમ

 

પોશ

ખોબો

ઉગમણું

પૂર્વ

 

બઢું

આગળ વધવું

ટેમ

ટાઈમ

 

વાલામોઈ

વહાલી

પાંહે

પાસે

 

દા'ડો

દિવસ

પુન્ય

પુણ્ય

 

કાંધ

ખભો

તાણ

ત્યારે

 

ભોમકા

ભૂમિ

દામ

પૈસો

 

ટાણું

સમય

હાંફ

શ્વાસ

 

કાજગરો

કામગરો

વાજ

કંટાળો

 

પાશ

અસર

ટીપણું

પંચાંગ

 

પોલું

પોચું

ઝંખવાણું

ભોંઠું

 

વરણ

જ્ઞાતિ

બબૂચક

મૂર્ખ

 

વહોરવું

ખરીદવું

ટોણો

મહેણું

 

આવરો

આવક

પડતલું

પડીકું

 

નોતરું

આમંત્રણ

રાચ

વસ્તુ

 

આણવું

આપવું

ડિલ

શરીર

 

દીસવું

દેખાવું

ભેંકાર

ભયંકર

 

સામટું

એક સાથે

વાંસે

પાછળ

 

માલીપા

અંદર

દળકટક

લશ્કર

 

વા'ણ

વહાણ

બકવું

બોલવું

 

એમાન

ઈમાન

ગલઢેરા

ઘરડા

 

ના'વે

ન આવે

ભણવું

કહેવું

 

બાધા

પ્રતિજ્ઞા

નીકર

નહિંતર

 

વાટ

રાહ

સમદર

સમુદ્ર

 

મઢયમ

મેડમ

સમવડિયા

સરખા

 

સેબ

સાહેબ

મોખ

મોહ

 

આકરું

કઠિન

હાકલા

બૂમાબૂમ

 

ઠેકડી

મજાક

વછેરા

ઘોડાનું બચ્ચું

 

ભેરું

મિત્ર

પરબારા

બારોબાર

 

દૈશ

દઈશ

અભેમાન

અભિમાન

 

વાતું

વાતો

ખડકી

બારણું

 

આદમી

માણસ

કમાડ

નકુચો

 

વસ્તર

વસ્ત્ર

બેપડી

ઘંટી

 

છઈએ

છીએ

ઊઘલવું

વિદાય

 

મારગ

માર્ગ

હડસેલવું

દૂર કરવું

 

વખત

સમય

વડા

મોટાં

 

ખડ

ઘાસ

પિછાણ

ઓળખાણ

 

કામઢું

કાર્યશીલ

કૈંક

કેટલાંક

 

રમમાણ

તલ્લીન

જયમ

જેમ

 

સોંઢવું

વિદાય થવું

ઊચર્યું

બોલ્યું

 

આફૂડું

એની મેળે

પછવાડો

પાછળ

 

તોછડ

ખામી

અવળું

ઊલટું

 

પડપૂછ

પૂછપરછ

હોવે

હા

 

ઓસાણ

સ્મૃતિ

લવારો

બકવાસ

 

ઓથ

આશરો

ધોખો

ગુસ્સો

 

આંય

અહીં

તળે

નીચે

 

બૂડથલ

મૂર્ખ

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up