સમાસ ની સંપૂર્ણ માહિતી

 સમાસ એટલે શું ?

  • જ્યારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કરે છે.
  • આપણે લખાણને ટુંકું અને સચોટ બનાવવા 'સમાસનો ઉપયોગ કરીએ છીએ.
  • જેના પર અર્થનો આધાર હોય તેવા બે કે તેથી વધારે પદો જોડાઈને એકપદ બને તેને સમાસ કહે છે.
  • સમાસનો પહેલો શબ્દ તે “પૂર્વપદ” અને બીજો શબ્દ તે “ઉત્તરપદ” તરીકે ઓળખાય છે.
  • જ્યારે બન્ને પદ વાક્ય સાથે સ્વતંત્ર, સીધો, સંબંધ ધરાવતા હોય અને બન્ને પદ મુખ્ય હોય તો તેને સર્વપદ પ્રધાન સમાસ કહે છે.

દા.ત:- માતા-પિતા, ફાગણ-ચૈત્ર,  સુખ-દુ:ખ મુખડું.

  • જ્યારે એક પદ વાક્ય સાથે સ્વતંત્ર, સીધો સબંધ ધરાવે છે અને બીજું પદ અન્ય પદનાં આધારે ગૌણ પદ હોય ત્યારે નેતે “એક પ્રધાન સમાસ” કહે છે.

દા.ત:- મહાપુરુષ, વિદ્યાભ્યાસ, એકમાત્ર.

  • જ્યારે એકેય પદ વાક્ય સાથે સીધો સ્વતંત્ર અર્થ ધરાવતું નથી પરંતુ સમસ્ત પદ વાક્યનાં અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને “અન્ય પદપ્રધાન સમાસ” કર્યો છે.

દાત:- મુશળધાર,  મુટ્ઠીભર, નિરાશ.

 

 

સમાસનાં પ્રકારો

(૧)  દ્વન્દ્વ સમાસ :-

  • દ્વન્દ્વ એટલે જોડકું. બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતાં હોય તેવાં પદોના બનેલા સમાસને દ્વન્દ્વ સમાસ કહે છે.
  • આ સમાસનો વિગ્રહ 'અને', 'કે', 'અથવા' જેવાં સંયોજકો વડે થાય છે.
  • આ સમાસ સર્વપદ પ્રધાન સમાસ છે.

 

ઉદાહરણો :-

માતાપિતા       - માતા અને પિતા

ભાઈબહેન       - ભાઈ અને બહેન

તડકાછાયો       - તડકો અને છાયો

બેચાર           - બે કે ચાર

ચા કોફી         - ચા કે કોફી

પાંચ દસ        - પાંચ કે દસ

ઠંડુ ગરમ        - ઠંડુ અથવા ગરમ

હાથપગ         - હાથ અને પગ

ભરતીઓટ       - ભરતી કે ઓટ

ગુરુશિષ્ય         - ગુરુ અને શિષ્ય

પૂર્વપશ્ચિમ       - પૂર્વ કે પશ્ચિમ

સવાલજવાબ    - સવાલ અને જવાબ

નળદમયંતી     - નળદ અને મયંતી

નફોખોટ         - નફો કે ખોટ

સૂઝબુઝ         - સૂઝ અને બુઝ

ચર્ચાવિચારણા   - ચર્ચા અને વિચારણા

સુખદુખ          - સુખ અને દુખ

ટેબલખુરશી      - ટેબલ કે ખુરશી

શાળાકોલેજ      - શાળા કે કોલેજ

બુટમોજા         - બુટ અને મોજા

અન્નપાણી        - અન્ન ‘ને પાણી

કૃષ્ણસુદામા      - કૃષ્ણ કે સુદામા

આવકવક        - આવક કે જાવક

 

અન્ય ઉદાહરણો:

ઉત્તરદક્ષિણ, જયાજવંત, રાધાકૃષ્ણ, રાતદિવસ, લવકુશ, ઠામઠેકાણું, દાળચોખા, કૂરકઠોર, દૂરસુદૂર, બેચાર, સારાંનરસાં, સોનુંરૂપું, રહેણીકરણી, ધીરગંભીર, સાધુસંન્યાસી, રોમેરોમ, આટાપાટા, કપરકાબી, સવારસાંજ, અડખેપડખે, કાચુંપાકું, તડકોછાયો, વાળીઝૂડી, ગામેગામ, શૂરવીર, બારીબારણાં, જીવનમરણ, જળપાણી, અન્યોન્ય, એકલાઅટૂલા, સૂકુંભીનું, દાળભાત, શાકભાજી, હરખશોક, દાદાદાદી, લોચનમન, ઉઠકબેઠક, નળદમયંતી, જનમોજનમ, ધનુર્ખાણ, ટાણુંકટાણું,, છિન્નભિન્ન, આબોહવા, હાલકડોલક, ઉત્તરદક્ષિણ, છાણવાસીદું,વારતહેવાર, વાદિવવાદ, ગોળધાણા,દોરીલોર્ટો, પાસ-નાપાસ, જયપરાજય, હવાપાણી, પશુપંખી, ભરતીઓટ.

(૨) તત્પુરુષ સમાસ

  • જ્યારે સમાસના બન્ને પદો વિભક્તિનાં પ્રત્યયોથી છૂટાં પડે ત્યારે તત્પુરૂપ સમાસ બને છે.
  • તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે.
  • ‘એ’,’ ને’, ‘થી’, ‘માં’, ‘નો’, ‘ની’, ‘નું’, ‘નાં’ જેવા વિભક્તિના પ્રત્યયો વડે સમાસના પદોનો વિગ્રહ થાય છે.
  • આ સમાસ એકપદપ્રધાન છે.

આ સમાસને ઓળખવા બીજા પદનો પ્રશ્ન બનાવી પ્રથમ પદને પૂછતાં વિભક્ત પ્રત્યય મૂકવો પડે છે. જેમ કે, રાષ્ટ્રધ્વજ: કોનો ધ્વજ ? એમ પ્રશ્ન પૂછતાં ‘રાષ્ટ્રનો ધ્વજ' જવાબ મળશે.

ઉદાહરણો :

મરણશરણ      (કોને શરણ ?)               : મરણને શરણ

સ્નેહભર્યાં        (શેનાથી ભર્યા ?)         : સ્નેહથી ભર્યા

ધર્મશ્રદ્ધા         (શેમા શ્રધ્ધા ?)              : ધર્મમાં શ્રદ્ધા

રાષ્ટ્રધ્વજ        (શેનો ધ્વજ ?)               : રાષ્ટ્રધ્વજ

લોકસેવક        (કોના સેવક ?)              : લોકોના સેવક

દેશભક્તિ        (શેની ભક્તિ ?)          : દેશની ભક્તિ

વાતાવરણ       (શેનું આવરણ?)            : વાતનું આવરણ

જન્મનોંધણી     (શેની નોંધણી?)             : જન્મની નોંધણી

ભયમુક્ત        (શેનાંથી મુક્ત?)             : ભયમુક્ત

અભ્યાસક્રમ      (શેનો ક્રમ ?)                : અભ્યાસક્રમ

શબ્દપ્રયોગ      (શેનો પ્રયોગ ?)             : શબ્દનોપ્રયોગ

આત્મગ્લાનિ     (શેની ગ્લાની ?)          : આત્મગ્લાનિ

કૃષ્ણભક્તિ       (કોની ભક્તિ ?)          : કૃષ્ણભક્તિ

સાધુસંગ         (કોનો સંગ ?)                : સાધુનોસંગ

બ્રહ્મલીલા        (કોની લીલા ?)             : બ્રહ્મનીલીલા

માતૃમહિમા      (કોનો મહિમા ?)          : માતૃમહિમા

જ્ઞાનમાર્ગ        (કોનો માર્ગ ?)               : જ્ઞાનનોમાર્ગ

વ્યસનમુક્ત     (શેનાથી મુક્ત ?)           : વ્યસનથીમુક્ત

સાહિત્યપ્રકાર    (શેનો પ્રકાર ?)              : સાહિત્યનો પ્રકાર

તર્કશક્તિ        (શેની શક્તિ ?)             : તર્કનીશક્તિ

 

અન્ય ઉદાહરણો

વિચારસરણી, વાનરસેના,  માહિતીસાંકળ, આરતીટાણુંનું, દીપજયોત, નરપુંગવ, અનુભવાય, કર્તવ્યપરાયણ, કાનૂનભંગ, મનોબળ, રંગભૂમિ, ધોમધીખ્યો, મજૂરવર્ગ, વનપટ, સર્જનખેલ, કીર્તિગાથા, વિદ્યાભ્યાસ, વૃક્ષપ્રીતિ, સત્યાગ્રહ, ભુતળ, ગોવિંદગુરા, જીવનચેતના, રક્તપ્રવાહ, માયાજાળ, દયાપાત્ર, અક્ષર, કૃપાપાત્ર,

યુદ્ધવિરામ, દેવમંદિર, જન્મદાતા, નામાંકિત, આંતરપ્રેરિત, સ્મૃતિપડ,, નંદકુંવર, જળધારા, ધ્યાનભંગ, નિત્યક્રમ, રત્નજડિત, રાજગૃહ, ચિંતાતુર, મરાશરણ, દેહાભિમાન, ચરણરજ, હાસ્યલેખ,રાષ્ટ્રપિતા, શિખરબંધ, શિવાલય, જગદીશ, કલ્યાણકીર્તિ, નિત્યનિયમ, પ્રશંસાયુક્ત, રાજભવન, પુણ્યપ્રભાવના, નૌકાવિહાર, પત્રવ્યવહારનો, મુખમુદ્રા, હિંદુસંસાર,, કિરમુખ,  જગમશહૂર,આનંદઘેલા, ગૌરવભર્યા, નર્મદાકાંઠે, શિરપાઘ, સર્પદંશ, સર્વોત્તમ, સ્રીજાત, સ્વાધીન,માનવજીવન, માતૃભક્ત, ગામસીમાડો, સ્પષ્ટવક્તા, લગ્નગાળો, કીર્તિપ્રેમ, દર્દભર્યા, માનવાત, ફૂલવાડી, અરુણોદય, વિદ્યાર્થીપ્રિય, માનવસર્જિત, મોરપિચ્છ,  જીવનરાગ, જલસમૃદ્ધિ, રાજ્યસત્તા, જીવનપ્રસંગ, યાત્રાધામ, વિદ્યાનિપુણ, વસુંધરા, પ્રિયવદના, ખેચર, સંસારદર્શન, સ્વર્ગવાસ, સંગ્રામવીર, સરસિજ, ફૂલમાળા,અગ્રેસર, અજ્ઞાન,અન્ય, દુરાચાર,

() મધ્યમપદલોપી સમાસ

  • જે સમાસના બે પદોનો વિગ્રહ કરતાં વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે મધ્યમપદલોપી સમાસ બને છે. એટલે કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે.
  • આ સમાસના બન્ને પદો વચ્ચે વિભક્તિ સંબંધ પણ જોવા મળે છે.
  • આ ‘એકપદ પ્રદાન’ સમાસ છે.

 ઉદાહરણો :

મીવ્રબત્તી                 : મીત્ર વડે બનેલી બત્તી.

ટપાલપેટી                : ટપાલ નાખવાની પેટી.

હિમડુંગર                 : હિમ વડે બનેલો ડુંગર.

દીવાસળી                 :દીવો સળગાવવા માટેની સળી.

મેઘધનુષ                 : મેઘ વડે બનેલું ધનુષ.

સહનશક્તિ               : સહન કરવા માટેની શક્તિ.

માનવકૃતિ                : માનવ વડે બનેલી કૃતિ.

શિક્ષાવચન               : શિક્ષા માટે કરવામાં આવેલું વચન.

સમાજસુધારણા           : સમાજ માટે કરવામાં આવતા સુધારણા.

તુલસીક્યારો              : તુલસી રાખવા માટેનો ક્યારો.

શરીરશાસ                : શરીર સમજવા માટેનું શાસ્ત્ર.

આમંત્રણપત્રિકા          : આમંત્રણ આપવા માટેની પત્રિકા.

બાળશિક્ષણ               : બાલ્યાવસ્થામા આપવામાં આવતુ શિક્ષણ.

લોકસાહિત્ય               : લોકો માટે રચવામા આવતુ સાહિત્ય.

બળદગાડી                : બળદ વડે ચલાવવામાં આવતિ ગાડી.

બગલથેલો               : બગલ ઉપર રાખવામાં આવતો થેલો.

અગરબત્તી                : અગરમાંથી બનાવવામાં આવતી બત્તી.

આગબોટ                 : આગ વડે ચાલતી બોટ.

આરામખુરશી             : આરામ કરવા માટેની ખુરશી.

સંગ્રામગીત               : સંગ્રામ વખતે ગાવામાં આવતુ ગીત.

રાહતકાર્ય                 : રાહત સમયે કરવામા આવતુ કાર્ય.

જકાતનાકું                : જકાત ભરવા માટેનું નાકું.

ઘોડાગાડી                 : ઘોડા વડે ચાલતી ગાડી.

આગગાડી                : આગ વડે ચાલતી ગાડી.

બ્રહ્મભોજન                : બ્રાહ્મણોને કરાવવામા આવતુ ભોજન.

રાજમહેલ                 : રાજને રહેવા માટેનો મહેલ.

પુણ્યકથા                 : પુણ્ય કરવા માટે કરવામા આવતી કથા.

 અન્ય ઉદાહરણો :

સાહિત્યસભા, ફૂલછાબ, યુગવંદના, યોગશાસ્ત્ર, જન્મજયંતી, આકાશદર્શન, હરિદર્શન, પ્રણયવંદના, આરોગ્યકેન્દ્ર, જન્મભૂમિ,દેશભ્રમણ, હાસ્યલેખ, મંગલસૂત્ર, રાતવાસો, ઊલટતપાસ, મરચાંચટણી, લોકગીત, પ્રમાણપત્ર, વર્તમાનપત્ર, લોકવાયકા, આત્મજ્ઞાન, ધારાસભ્યો, વિદ્યાલય, જીવનયાત્રા, પુનર્વિચારણા, વિજયસેના, કલ્પવૃક્ષ, અનુભવજ્ઞાન, સ્મૃતિછબી,, બોધિવૃક્ષ, કારાગૃહ, ધૂપસળી, રાજીનામું, મરણપોક, ધારાસભા, પ્રલયકેતુ, ભૂમિતિશિક્ષક, દાનવીર, પૂરણપોળી, સભાગૃહ, ફૂલડાંકટોરી, વિજ્ઞાનમેળો, હાથરૂમાલ, મહત્વાકાંક્ષા, આનંદયાત્રા, આત્મકથા, આનંદમેળો, પ્રેમકુંજ, સૃષ્ટિબાગ, જીવનવાડી, ગુરુપૂર્ણિમા, ગૌરવપદ, વર્ષગાંઠ, સુકોમળ, નીલકંઠ, શાંતિદૂત, વાર્તાસંગ્રહ.

(૪) કર્મધરાય સમાસ

  • જે સમાસના બન્ને પદો વિશેષણ-વિશેષ્ય સંબંધથી જોડાયેલાં હોય તેને કર્મધારય સમાસ કહે છે. એટલે કે કર્મધારય સમાસનું પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે.
  • આ કર્મધારય સમાસનું પ્રથમપદ વિશેષણ દર્શાવે છે.
  • આ સમાસ “એકપદ પ્રધાન” છે.
  • આ સમાનો વિગ્રહ કરતી વખતે ‘રૂપી’, ‘એવું’, ‘એવો’, ‘એવી’, ‘એવા’, ‘જેવું’, ‘જેવો’, ‘જેવી’. જેવા પ્રત્યયો મૂકવામાં આવે છે.

ઉદાહરણો :

જ્ઞાનસાગર               : જ્ઞાન રૂપી સાગર

મહાપદ                   : મહાન એવું પદ

પરમિત્ર                   : પરમ એવો મિત્ર

મહાસિદ્ધિ                  : મહાન એવી સિદ્ધિ

 મહાદેવ                  : મહાન એવા દેવ

સમદરપેટ                : સમદર જેવુ પેટ

અમીવર્ષા                 : અમી જેવી વર્ષા

 મહાદેવ                  : મહાન દેવ

હાસ્ય બાણ               : હાસ્ત રૂપીબાણ

વાયુવેગ                  : વાયુરૂપી વેગ

જગન્નથા                  : જગતરૂપી નાથ

નરસિંહ                   : નરરૂપી સિંહ

જીવનજળ                : જીવનરૂપી જળ

સજ્જન                   : સતરૂપી જન

હાસ્યબાણ                : હાસ્યરૂપી બાણ

નરસિંહ                   : નરરૂપી સિંહ  

મંગલમૂર્તિ                : મંગલરૂપી મૂર્તિ

વાચનમાળા              : વાચનરૂપી માળા

જ્ઞાનપ્રકાશ                : જ્ઞાનરૂપી પ્રકાશ

મહોત્સવ                  : મહાન એવો ઉત્સવ

 અન્ય ઉદાહરણો:

બાળમિત્ર, ચરણકમળ, પૂર્વજન્મ, મહાભારતન, ઉચ્ચકક્ષા, મંગલદીપ, ધર્મભાવના, ગૃહજીવન, હરિવર, પ્રેમપરીક્ષા, મિથ્યાભિમાન, ગ્રામલક્ષ્મી, દિવ્યચક્ષુ, ગ્રામજીવન, સાગરજીવન, વિદ્યામૃગ, માતૃગુંજન, મંગલપ્રભાત, પ્રેરણાસ્રોત, નંદનવન, દેવભૂમિ, મધ્યકાલીન, સમદરપેટ, મહાસાગર, મહાસિદ્ધિ, હારમાળા, મહર્ષિ, નાલાયક, પટરાણી, પરગામ, મહારાષ્ટ્ર,માતૃભોમ, મહાસામંત, પરમાર્થી, ભક્તિપદારથ, મહાપદ, પુનિતપાદ, ધ્યરાત્રિ, પૂર્વજન્મ, અધઘડી, સિદ્ધપુરુષ, દુકાળ, અન્નદેવ, યશકલગી, સૃષ્ટિબાગ, જીવનવાડી, સમક્ષ, સર્જનખેલ, મુખારવિંદ, સતસંગ, કલરવ, પરમેશ્વર, નરાધમ, મહામૃત્યુ, કાગળકાયા, સુંદરવર, લંબગોળ, કાજળકાળી, મહાશાળા, સમભાવ, પરમમિત્ર, તીર્થોત્તમ,વિચારમાત્ર, નવયુવક, નવયુગ, નીલામ્બર.

(૫) ઉપપદ સમાસ

  • જે સમાસનું ઉત્તરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય અને બન્ને પદ વચ્ચે વિભક્તિસંબંધ હોય તો તેને ઉપપદ સમાસ કહે છે.
  • આ સમાસ બન્ને પદો અભ્યપદના વિશેષણ તરીકે આવે છે.
  • આ સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે.
  • આ સમાસનો વિગ્રહ કરતી વખતે “નાર” પ્રત્યય મુક્યામાં આવે છે.

 ઉદાહરણો

નર્મદા           : નર્મને આપનાર

સર્વજ્ઞ            : સર્વને જાણનાર

માર્ગદર્શક        : માર્ગને દર્શાવનાર

ગિરિધર          : ગિરિને ધારણ કરનાર

અન્નપૂર્ણા        : અન્નને પૂર્ણ કરનાર

સાગરખેડું        : સાગરને ખેડનાર      

ગગનભેદી       : ગગનને ભેદનાર

પંકજ            : પંકમા જન્મનાર

ગંગાધર         : ગંઘાને ધારણ કરાનાર

પાપડતોડ       : પાપડને તોડનાર      

 

અન્ય ઉદાહરણ :

ધનુર્ધર, દગાખોર, સત્યવાદી, ધરણીધર, વ્યાજખોર, માથાકુટ, જ્યોતિર્ધર, યુદ્ધખોર, હિતેચ્છુ, મુઠ્ઠીભર, ગ્રંથકાર, માથાબોળ, કલાકાર, ગોપાળ, પ્રેમદા, ઉત્સાહવર્ધક, પથદર્શક, સ્વયંભૂ,ઉદ્ધારક, તટસ્થ, મનોહારી, તત્વજ્ઞ, સુધાકરે, મનોહર, લમણાંફોડ, હરામખોર, ગૌરવપ્રદ, પગરખું, વેતનદાર, હૈયાફાટ, રણછોડ, જીવરખું, સત્યવાદી, કૃતજ્ઞ, દિલદાર, જશોદા, જંતુનાશક, તનતોડ, કારણદર્શક, અનુજ, અંતિમવાદી, લેખક, ભયંકર,શાંતિકર, પાણીકળો, અભયદા, વિનાશકારી, ગૃહસ્થ, મુરલીધર, પાપાચારી, સુવર્ણકાર, અનુવાદક, કર્ણભેદી.

 

(૬) બહુવ્રીહિ સમાસ

  • જ્યારે સમાસના બન્ને પદો વચ્ચે વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય, ઉપનામ-ઉપમેય સંબંધ હોય અથવા પરસ્પર વિભક્તિ-સંબંધ હોય અને તેનાથી બનેલું સામાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે.
  • આ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે જેનો, જેની, જેનું, જેનાં, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી જેવાં સર્વનામો વપરાય છે.
  • આ સમાસ અન્યપદ પ્રધાન છે.

 ઉદાહરણ

દીર્ઘદ્રષ્ટિ                  : જેની દષ્ટિ દીર્ઘ છે તે.

ગજાનન                  : જેનું મુખ ગજ જેવું છે તે

અમર્યાદ                  : જેની મર્યાદા નથી તે

એકરાગ                  : જેનો રાગ એક છે તે.

વૃકોદર                    : જેનું ઉદર વૃક જેવું છે તે.

પાણીપંથો                : જેનો પંથ પાણી જેવો છે

કૃતાર્થ                     : કૃત છે અર્થ જેનો તે.

બહુવ્રીહિ                  : બહુ છે વ્રીહિ (ડાંગર) જેના તે.

 

અન્ય ઉદાહરણો :

પીતાંબર, મહાબાહુ, અનર્ગળ, નિષ્કપટ, અજાણ, નિર્બળ, નિઃસ્પૃહ, મયૂરવાહિની, નીડર, મૃગનયની, હતાશ, પ્રિયવચન, બેફિકર, નીરવ, દશાનન, નિઃશંક, નિરાશ, નિષ્કાળ, દામોદર, નિર્દોષ, માતૃવત્સલ, ઇન્દ્રિયજડ, સત્યરૂપ, અનંત, વિધવા, નખશિખ, અમૂલખ, અખંડ, નિષ્ફળ, ક્ષણભંગુર, ધર્મનિષ્ઠ, અભેદ, અવિભાજ્ય, તાંબાવરણું, નિર્મળ, અમૂલ્ય, શશીવદની, મોંઘામૂલો, નિષ્કારણ, નનામી, બેઈલાજ, નમસ્કારપ્રિય, નીરોગી, ગૌરવરણું.

 

(૭) દ્વિગુ સમાસ

  • જ્યારે સમાસના બન્ને પદોનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે ત્યારે દ્વિગુ સમાસ કહેવાય છે.
  • સમાસનું પ્રથમ પદ “સંખ્યાવાચક વિશેષણ” હોય છે. એટલેક કે પ્રથમ પદ સંખ્યા દર્શાવતું હોય છે.
  • આ સમાસ એકપદપ્રધાન છે.

 

ઉદાહરણો :

નવરાત્રી         : નવરંગ નવ રંગનો સમૂહ.

પંચતંત્ર          : પાંચ તંત્રનો સમુહ.

ત્રિભુવન         : ત્રણ ભુવનનો સમૂહ.

ચોમાસું          : ચાર માસનો સમૂહ.

ષડરસ           : છ રસનો સમૂહ.

 

અન્ય ઉદાહરણો :

ચોરસ, ત્રિલોક, નવદૂર્ગ, ચતુર્ભુજ, પંચામૃત, અઠવાડિયું, પંજાબ, પંચમહાલ, સપ્તર્ષિ, પંચનાદ, ત્રિફળા, બારમાસી, અષ્ટાધ્યાય, ચાતુર્માસ, દશેરા, નવચંડી, પંચવટી, ષટ્કોણ, સહસ્રલિંગ, ત્રિકાળ, પંચતત્વ, દ્વિદલ, ત્રિશૂલ, સપ્તપદી, ત્રિનેત્ર, ત્રિપાઈ, ત્રિમાસિક, ત્રિશિખ, ત્રિકાંડ.

 

 

(૮) અવ્યયીભાવ સમાસ

  • જે સમાસના પ્રથમપદમાં અવ્યય હોય અને તેની અસર સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય ત્યારે તેવા સમાસને અવ્યયીભાવ સમાસ કહે છે.
  • આ સમાસના પૂર્વપદમાં યથા, પ્રતિ, આ, ઉપર, સહ, અધો, સ જેવાં અવ્યયો આવે છે.

 ઉદાહરણો:

પ્રતિક્ષણ                  દરેક ક્ષણે.

અધોમુખ                  મુખ નીચું રાખીને.

સવિનય                  વિનય સાથે.

યથાપૂર્વ                  પહેલાં પ્રમાણે.

આજીવન                 જીવન સુધી.

આમરણ                  મરણ સુધી.

અન્ય ઉદાહરણો :

પ્રતિદિન, અવિરત, પ્રતિનગર, પ્રતિમાસ, સહાધ્યાય, સહપાઠી, આજન્મ, પ્રયાયોગ્ય, પ્રતિક્ષણ, સરોષ, ઉપરવાડ, ઉપરવાસ, પ્રતિરોજ, આગમન, આબાલવૃદ્ધ, પ્રત્યેક, હરવખત, પ્રતિભાવ, સાનુકૂળ, સહપરિવાર, યાદિષ્ટ, અધોરક્ત, પ્રતિબિંબ, હરરોજ, પ્રતિવર્ષ, સ્વાભિમાન, સહધર્મી, સ્વાભિમાન, સહશિક્ષણ, પ્રતિદિવસ, થયાઋતુ, ધંધાર્થી, યથાસ્થિતિ, પથાન્યાય, સહતંત્રી, સહજીવન, સહભોજન, સહમત, સહવાસ, સહયાત્રા, સહભાગી, સાનુભવ, સાનુકંપ

GPSC મુખ્ય પરીક્ષા માટેનાં પ્રેક્ટીસ કરી શકાય તે માટેના અગત્યના પ્રશ્નો

૧. સમાસ એટલે શું ? તેના પ્રકારો જણાવી બધાના બે-બે ઉદાહરણો આપો.

૨. દ્વન્દ્વ સમાસ એટલે શું ? તેના પ્રકારો આપી બે-બે ઉદાહરણો આપો.

  1. તત્પુરુષ સમાસ સમજાવી પાંચ ઉદાહરણોનો વિગ્રહ કરો.

૪. મધ્યમપદલોપી સમાસ સમજાવી પાંચ ઉદાહરણોનો વિગ્રહ કરો.

૫. ઉપપદ સમાસ સમજીવી પાંચ ઉદાહરણોનો વિગ્રહ કરો,

૬. બહુવ્રીહિ સમાસ સમજાવી પાંચ ઉદાહરણોનો વિગ્રહ કરો.

૭. અવ્યયીભાવ સમાસના પ્રત્યયો સમાવી તેના ઉદાહરણો લખો.

૮. મહોત્સવ, પરમેશ્વર, અમીવર્ષા સમાસનો વિગ્રહ કરી તેને ઓળખાવો.

૯. મીણબત્તી, હિમડુંગર, દીવાસળી સમાસનો વિગ્રહ કરી તેને ઓળખાવો.

૧૦. સામાસિક શબ્દ એટલ શું ? ભાષામાં તેનું ઉપયોજન સમજવો.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up