રૂઢીપ્રયોગ અને તેના અર્થ - 8

ખાટલા વચાળ રહેવું  :- પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડવો.
લાગે લાકડા ફાટવાં  :- યુક્તિથી કઠણ કામ પાર પડવું.
પૈસાનાં ઝાડ હોવાં  :- પૈસા કે ધનદોલતની વિપુલતા હોવી.
સોનાના દિવસો બેસવા  :- ચારે બાજુથી સુખશાંતિ આવી મળવાં.
જીભ ન ઊપડવી  :- વાત કરતાં ખચકાટનો અનુભવ થવો.
સાતે આકાશ તૂટી પડવાં  :- ભારે મોટી આફત આવી પડવી.
ધૂંકારિયા કરવાં  :- રોષ પ્રદર્શિત કરવા ગળામાંથી અવાજ કાઢવો.
પેટે પાટા બાંધવા  :- જીવનજરૂરિયાતો પર કાપ મૂકીને જીવવું.
દ્વારકાની છાપ પડાવવી   :- કીર્તિ કે એવા સારા કામની નિશાની મેળવવી.
કાગડા ઊડવા  :- સભા-બેઠકમાં કોઈ ખાસ માણસો ન હોવા.
પગ પાતાળમાં હોવા  :- બહાર ન દેખાય પણ કપટી કે પહોંચેલ હોવું.
વચનમાં શૂરા હોવું  :- વચનમાં વિશ્વાસ રાખી શૌર્ય સાથે જીવવું.
અંગારો પાકવો  :- કુળને કલંક લાગે એવો કુપુત્ર નીવડવું.
ગળામાં ટાંટિયા આવવા   :- જીભ જોખમાય એવી સ્થિતિમાં આવી પડવું.
ઊંટે ચઢી બકરાં હાંકવા  :- પોતે ન કરતાં બીજા પાસે કામ કઢાવવું.
અન્ન અને દાંતને વેર થવાં  :- માણસની ગરીબ સ્થિતિ થવી.
ગજવાં ભરવાં  :- બદદાનતથી પુષ્કળ પૈસા એકઠાં કરવાં.
દીકરી દૂધ પીતી કરવી   :- દીકરીને દૂધમાં ઝેર નાખી પિવરાવી મારી નાખવી.
ટાઢા પાણીએ ખસ જવી  :- વગર પ્રયત્ને મુશ્કેલી દૂર થવી.
જીભે સરસ્વતી હોવી  :- બોલવાની બાહોશી અને ચતુરાઈ હોવી.
બળતામાં ઘી હોમવું  :- ઉગ્ર લાગણી કે જુસ્સાને વધારવો.
એક કાંકરે બે પક્ષી મારવાં  :- એક કામ કે પ્રવૃત્તિથી બે લક્ષ્ય સાધવાં.
મીઠા ઝાડના મૂળ ખાવાં  :- ભલું કરનારનું નુક્સાન કરવું.
આંગળી દેતાં પોંચે વળગવું   :- થોડું આપતાં બધું આંચકી લેવા પ્રયત્ન કરવો.
શેઠ મટીને વાણોતર થવું  :- ઊંચા સ્થાનેથી નીચા સ્થાને જવું.
કીડી ઉપર કટક ચડી આવવું  :- નિર્બળ સામે મોટી મુશ્કેલી આવવી.
કાંઠે આવેલું વહાણ ડૂબવું  :- મહેનત છતાં નિષ્ફળતા મળવી. 
સૂકા ભેગું લીલું બળવું  :- ખોટા સાથે સાચાને અન્યાય થવો.
દીવો લઈને કૂવામાં પડવું  :- હાથે કરીને મુશ્કેલી વહોરવી.
ચોરીમાંથી રંડાપો આવવો  :- વેપાર માંડતાં જ દેવાળું આવવું.
ધૂળી દેવી  :- અવળા વિચારમાંથી સવળા વિચારમાં વાળવું.
મીણનું કરી નાખવું  :- ગરીબ અને નિરાધાર કરી નાખવું.
લોહીનો કોળિયો ખાવો  :- શોકના અવસરનું જમણ જમવું.
તરણાને તોલે કરવું  :- કોઈ ગણતરીમાં ન હોય એવું કરવું.
ગોચલાં ગણવાં  :- મનમાં અમુક વાત બાબતે શંકા રાખવી
ત્રીજું નેત્ર ઊઘડવું  :- એકાએક ગુસ્સો ફાટી નીકળવો.
ધુઆંપૂંઆ થવું  :- આવેશમાં કે ગુસ્સામાં બેબાકળા થવું.
લેણાદેણી પૂરી થવી  :- લેવડ-દેવડના સંબંધો પૂરા થવા.
ઘોડાના ડાબલા હેઠે પડવું   :- આક્રમણનું નિશાન બનવું.
મોરલો કલા કરી જવો   :- ચાલાકીથી કોઈને છેતરવો.
ખભે હાથ મૂકવા   :- ધીરજ આપવી કે સાંત્વન આપવું.
મીંડા આગળ એકડો માંડવો   :- શૂન્યમાંથી સર્જન થવું.
રંગમાં આવવું   :- અત્યંત આનંદની સ્થિતિમાં આવવું.
ભીના ઘઉં દળવા   :- બહુ મહેનત પડે એવું કામ કરવું.
મોઢામાં મગ ઓરવા  :- જવાબ આપ્યા વિના ચૂપ રહેવું.
રળીખપીને ઊતરવું   :- નફાનુક્સાનમાં શક્તિ ખૂટી જવી.
ભવન ઠેકાણે હોવું   :- મગજ કે યાદદાસ્ત દુરસ્ત હોવાં.
અંતરપટ ખોલવું   :- મનનો મેલ દૂર કરી વાત કરવી.
રેતીમાં નાવ ચલાવવી   :- અશક્ય કામની સિદ્ધિ કરવી.
દૂધે ધોઈને આપવું  :- પ્રામાણિકતાથી આદરપૂર્વક આપવું.
અંગૂઠામાંથી રાવણ ચીતરવો   :- જરામાંથી મોટું કરવું.
આંખમાંથી મોતી ઝરવાં   :- આંખમાંથી આંસુ ટપકવાં.
આંખનું ઊંડાણ માપવું   :- તાકાત વિશે ખ્યાલ બાંધવો.
માથે ઝાડ ઊગવાં બાકી હોવાં   :- ઘણાં જ દુઃખ પડવાં.
કાગનો વાઘ કરવો  :- સામાન્ય બાબતને મોટી બનાવવી.
વાતનું વતેસર કરવું   :- નાની વાતને મોટી બનાવવી.
પોતાનો કક્કો ખરો કરવો  :- પોતાની વાતને મનાવવી..
ભય વિના પ્રીતિ ન થવી   :- ભય બતાવી સહમત કરવું.
અન્ન અને દાંતને વેર થવાં   :- ખૂબ ગરીબી આવી જવી.
કૂવો-હવાડો કરવો   :- આત્મહત્યા કરવા કૂવામાં પડવું!
એક દિલ થવું   :- બે અથવા વધારે માણસીના જુદા જુદા વિચાર એક થવાં.
અધોટિયું કાઢવું   :- શેરડીને પીલીને તેના રસની અર્ધી કોઠી કાઢવી.
અબોખે પડવું   :- કોઈ ચીજ ખાવા પર ઘણો અભાવ થવો.
અંગૂઠાનો રાવણ કરવો   :- નજીવી બાબતને વધારી મોટી કરવી.
ઢાંકણીમાં પાણી લઈ બૂડી મરવું   :- લાજના માર્યાં માઁ ન બતાવવું.
ઢાંકપિછોડો કરવો   :- કોઈ વસ્તુ કે વાત દાબી રાખવી, વાંક-ગુનો ઢાંકવો.
ઝોડ વળગવું   :- કંટાળો આપે એવા માણસે બાઝી પડવું.
ઝાંખી કરવી   :- ભાવથી જોવું, નીરખીને દર્શન કરવાં.
ઈંડું ચઢાવવું   :- મોટું પરાક્રમ કરવું, મહાન કાર્ય પૂર્ણ કરવું.
કનકવો અપાવવો   :- હવાઈ કે બિનવહેવારુ ખ્યાલ કરવા.
નાહી બેસવું   :- નિરાંત વાળવી, ભારે ખોટમાં આવી પડવું.
પગ પર માથું મૂકવું   :- કોઈની સત્તામાં રહેવું, આશરો માગવો.
કંઠે પ્રાણ આવવો   :- મરવાની તૈયારીમાં હોવું, આફત આવી પડવી
બલૈયાં પહેરવાં   :- નિર્બળતા બતાવવી, નામર્દ બનવું.
દાવ સાધવો   :- અનુકૂળ વખતનો લાભ લઈ લેવો, લાગ મેળવવો.
ઢોળી નાખવું   :- કોઈ ઉપર આરોપ નાખવો, માનભંગ કરવું.
પાર ઊતારવું   :- સામે છેડે પહોંચવું, ઓળંગવું, સફળ થવું.
કાળજુ બોતરે હાથ લાંબું હોવું  :- ચારે બાજુ નજર રાખવાની શક્તિ હોવી.
ગોચલાં ગણવાં   :- દ્રઢ નિશ્ચય પર આવી વાતનો ખુલાસો ન કરવો. 
ઘરણ મરી જવાં   :- બેચેન થઈ જવું, ટાંટિયા ઢીલા પડી જવા.
પીઠ ફેરવવી   :- અરુચિ કે અનિચ્છા જણાવવી, તજી દેવું.
પેટ ઉપર છરી મૂકવી   :- આજીવિકા તોડવી, જીવ જોખમમાં નાખવો
કાળી ઘોડી પર ચઢવું   :- અફીણના નશામાં ખુમારીમાં આવવું.
ગ્રહણ વેળા સાપ કાઢવો   :- છેલ્લી ઘડીએ મુસીબત ઊભી કરવી.
ઘરમાં આડો વાંસ ફરવો   :- ઘરમાં કંઈ સરસામાન ન હોવો.
ઘાટ ઘડવો   :- ઘણું નુક્સાન કરવું, મનસૂબો કરી રાખવો.
ઘાણ નીકળી જવો   :- સંહાર થવો, સંકડામણમાં આવવું.
ચૌદ ભુવન એક થવાં   :- પ્રલય થવો, મહા મુસીબત પડવી.
ચંદરવો બાંધવો   :- જાહેર કરવું, જૂઠી નામકીર્તિ મેળવવી.
હવામાં હીંચકા ખાવા   :- કામધંધા વિના રહેવું, ઝોલાં ખવાવાં. 
સે પૂરવી   :- ટેકો આપવો, મદદગાર નીવડવું, બરક્ત જણાવી.
સાંધા કરવા   :- આઘાપાછી કરવી, સાચી ખોટી વાતો કરવી.
ભમી જવું   :- ચક્કર આવવાં, અમુક વિચારોમાં દોરવાઈ જવું.
ટુંબા ખાવા   :- માથામાં ટાપલી ખાવી, મહેણાં સહન કરવાં.
જીભ તાળવે ટંગાવો   :- જીવ જવાની તૈયારીમાં હોવો, મોટી ચિંતામાં આવવું.
હાથેવાળો મેળવવો   :- પરણાવવું, હાથોહાથની લડાઈ કરવી.
હળદર ફટકડી કરવી   :- આબરૂ ઘટે તેમ કરવું, નુક્સાનીમાં ઉતારવું
જાનીવાસો કાણો થવો   :- મળતિયાઓમાં ફાટફૂટ પડવી.
સપાટો કાઢી નાખવો   :- ખો ભૂલાવી દેવી, ધમકાવવું, મારવું.
શેર લોહી ચઢાવવું   :- હદ ઉપરાંત ખુશ કરવું, આનંદમાં લાવવું.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up