GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
| અદબ વાળવી | :- | મર્યાદા કે વિવેક જાળવવો. |
| અડા દેવી | :- | ટેકો આપવો, મદદ કરવી. |
| અડાસે આવવું | :- | મદદે દોડી આવવું. |
| અગનપછેડી ઓઢવી | :- | બળી મરવું. |
| અજવાળામાં મૂકવું | :- | જાહેરમાં ખુલ્લું કરવું. |
| અમલપાણી કરવાં | :- | કેફ કરવો. |
| અંધારી બાંધવી | :- | કાંઈ ન સૂઝવું. |
| અંબાતું નાખવું | :- | ઘણી મુદત સુધી લંબાવવું. |
| આટો આવી રહેવો | :- | આવરદા પૂરી થવી. |
| આભા લાડુ હોવા | :- | અતિશય ફાયદો હોવો. |
| આડ આવવી | :- | આપત્તિ આવવી. |
| આડનું દોઢ કરવું | :- | કંઈનું કંઈ કરવું . |
| આડું પડવું | :- | માઠું લાગવું, વાંકુ પડવું. |
| આડો હાથ કરવો | :- | વચ્ચે અંતરાય કરવો. |
| આડા સુખડી આવવી | :- | રજા આપવી. |
| અક્ષર ઉતારવા | :- | મહેણું ટાળવું. |
| અક્કલને વઢવાડ હોવી | :- | મૂર્ખતા કે બેવકૂફી હોવી. |
| અવળા કરવા | :- | ખોટ ખાવી. |
| અવળું પડવું | :- | ઊંધું થવું. |
| અવળો આંક લખવો | :- | નસીબ ઊલટું થવું. |
| અસર કરવી | :- | પરિણામ બતાવવું. |
| અર્ધ્ય આપવો | :- | નુક્સાન કરવું. |
| અવળી ઘાણીએ પીલવું | :- | ખૂબ ત્રાસ આપવો. |
| અંજાડીમાં પડવું | :- | જબરાએ દુખથી ઘેરાવું. |
| અંચળવો ઉતરાવો | :- | ઈલાજથી પીડા દૂર કરવી. |
| અંતિયાં કરવાં | :- | મરણિયા થઈને વર્તવું. |
| આકાશના તારા ઉતારવા | :- | મહાઉત્પાત કરવો. |
| આજકાલ કરવી | :- | વાયદા કરવા. |
| આંબા-આંબલી બતાવવાં | :- | લલચાવવું |
| આમળું કાઢવું | :- | થકવવું, કાયર કરવું. |
| આમળો ચઢવો | :- | ઉત્તેજન મળવું, દ્વેષ રાખવો. |
| આસન જમાવવું | :- | સ્થિર થઈ બેસવું. |
| આસન નાખવું | :- | અહીં જમાવવો. |
| આળું ઓઢવું | :- | બદનામી લેવી. |
| આંખ વઢવી | :- | પરસ્પર અણગમો થવો. |
| આંખમાં આંગળીઓ ઘાલવી | :- | ભોળવીને છેતરવું. |
| આંખમાં ચકલાં રમવાં | :- | ચંચળતા દેખાડવી. |
| આંખમાં મીઠું આંજવું | :- | રિબાવવું, હેરાન કરવું. |
| આંખમાં સરસૌ ફૂલવા | :- | આનંદથી મસ્ત થવું. |
| આંખી ઓડે જવી | :- | અતિ કષ્ટવાળી સ્થિતિ વેઠવી. |
| આંધળિયાં કરવાં | :- | અવિચારી રીતે ઝંપલાવવું. |
| ઈતબાર કરવો | :- | ભરોસો કરવો. |
| ઉધાન ચઢવું | :- | મોટી ભરતી આવવી. |
| ઉપરાણું લેવું | :- | રફદારી કરવી. |
| ઊલટી પાઘડી બાંધવી | :- | ફરી જવું, નામક્કર જવું. |
| ઊલટો ઘડો બાંધવો | :- | સામો દાવો ચલાવવો. |
| ઊંટ કૂંડાળે પાડવાં | :- | મામલો કાબૂમાં લેવો. |
| ઊંડળમાં લેવું | :- | સમાવી કે આવરી લેવું. |
| એકડો નીકળી જવો | :- | ગણતરીમાં ન રહેવું. |
| ઓચ્છવ થવો | :- | આફત આવી પડવી. |
| ઓછ મૂકવી | :- | કચાશ રાખવી, બાકી રાખવું. |
| ઓછિયાં કરવાં | :- | લાડ લડાવવાં. |
| ઓસાર દેવો | :- | પાછા હઠવું. |
| કર્મ બાંધવું | :- | પાપ કર્મ એકઠાં કરવાં. |
| કહુકા થવાં | :- | ભૂખ્યાં રહેવું. |
| કહેણી આવવી | :- | કલંક આવવું. |
| કાગનું પીંછ થવું | :- | હલકી વાત ભારે થવી. |
| કાપલો કાઢી નાખવો | :- | નાશ કરવો. |
| કાલા કપાઈ જવાં | :- | હિંમત હારી જવી. |
| કાશ કાઢવી | :- | નડતર દૂર કરવું. |
| કિંગલાણે ચઢવું | :- | હરખની છોળોમાં આવી જવું. - |
| કૂકવો કરવો | :- | મરી ગયેલાને નામે રડવું. |
| કૂચે મરવું | :- | નાહક તૂટી મરવું. |
| ફૂટી કાઢવું | :- | પરાકાષ્ઠાએ પ્રાપ્ત કરવું. |
| કાળે પાણીએ કાઢવું | :- | દેશનિકાલ કરવું. |
| કૂંચી ફેરવવી | :- | યુક્તિ-તજવીજથી ચક્કર ફેરવી દેવું. |
| કૂંચી મળવી | :- | ઉપાય હાથ આવવો. |
| કૂંચી હાથ લાગવી | :- | ભેદ સમજાવો. |
| કૈલાસ પધારવું | :- | અવસાન પામવું. |
| કોઠી દાટવી | :- | કજિયો માંડી વાળવો. |
| કોરમ તૂટવું | :- | પૂરતી હાજરી ન થવી. |
| ખડતૂસ આપવું | :- | બરતરફ કરવું. |
| ખડિયા ભરવા | :- | ઉઠાંતરી કરવી. |
| ખડું થવું | :- | રહી રહીને વિઘ્ન ઊભું થવું. |
| ખભે હાથ મૂકવા | :- | સોગંદ ખાવા. |
| ખરાખરીનો ખેલ હોવો | :- | કસોટીનો સમય હોવો. |
| ખાંડ ખાવી | :- | બડાઈ મારવી. |
| ખાટી જવું | :- | ફાયદો મેળવવો. |
| ખારિયાં થવાં | :- | ભૂખ્યાં રહેવું. |
| ખોંચમાં બોલવું | :- | વ્યંગમાં બોલવું. |
| ગલ આપવો | :- | લાંચમાં કંઈક આપવું. |
| ગાજર ખાવાં | :- | આંધળિયાં કરી કૂદી પડવું. |
| ગારદ થવું | :- | હોમાઈ જવું. |
| ગોટલી મારવી | :- | કામચોર થવું. |
| ગ્રહ ગામ જવા | :- | દહાડા વાંકા થવાં. |
| ગ્રહ ઘરેણે મૂકવા | :- | અક્કલ ગુમાવવી, શુદ્ધિ ખોવી. |
| ઘઉં ભરવા જવું | :- | અવસાન પામવું. |
| ઘડો લાડવો થવો | :- | મૃત્યુ થવું, પાર પડવું. |
| ઘર તરતું રાખવું | :- | ઘરનો મોભો જાળવી રાખવો. |
| ઘર બાળીને તીરથ કરવું | :- | અવિચારીપણે ખર્ચ કરવું. |
| ઘાત જવી | :- | મરતાં મરતાં બચી જવું. |
| સિોડાં ફૂંકવા | :- | ડંફાસ મારવી. |
| ઘીસ ખાવી | :- | હારી જવું. |
| ઘીના ઠામમાં ઘી પડી જવું | :- | સારાં વાનાં થવાં. |
| ઘૂઘરો બનવું | :- | તાનમાં આવવું. |
| ઘોળીને પી જવું | :- | બેદરકાર રહેવું. |
| ચણા કરવા | :- | છેતરી જવું. |
| ચણાના ઝાડે ચઢાવવું | :- | ખોટાં વખાણ કરવાં. |
| ચતુર્ભુજ બનવું | :- | સ્તબ્ધ થઈ રહેવું, ચક્તિ થવું. |
| ચાંદી કરવી | :- | સમૂળો નાશ કરવો. |
Comments (0)