GPSC દ્વારા મહત્વની અપડેટ્સ (15-04-2025)
Last Updated :15, Apr 2025
ગાંઠ કરવી | :- | સંગ્રહ કરવો. |
કેડ બાંધવી | :- | પૂરી તૈયારી કરવી. |
કહેણ મોકલવું | :- | સંદેશો કહેવરાવવો. |
કપાળ કૂટવું | :- | નકામી મહેનત કરવી. |
કબર ખોદવી | :- | પોતાને નુક્સાન થાય એમ કરવું. |
ઊતરતી વેળા આવવી | :- | પડતીનો વખત આવવો. |
આંટી પડવી | :- | ગૂંચવાઈ જવું. |
આડો આંક વાળવો | :- | છેવટની હદે નુક્સાન કરવું. |
આસમાનમાં ચડાવવું | :- | બહુ વખાણ કરવાં. |
ચણાના ઝાડે ચડાવવું | :- | ખોટાં વખાણ કરવાં. |
ઘરડમાં પડવું | :- | ચાલતું થવું. |
ગળે બાંધવું | :- | માથે નાખવું. |
ગારદ થવું | :- | હોમાઈ જવું. |
ગાલમાં હસવું | :- | મંદ મંદ હસવું. |
ગાડે ચઢીને મોત આવવું | :- | ઓચિંતું આવી બનવું. |
ગાયકવાડી ચાલવી | :- | અવ્યવસ્થા-અંધેર ચાલવું. |
ગુંદરપાક આપવો | :- | મૂઢમાર આપવો. |
ગુંદરિયું ચોટવું | :- | લપ વળગવી. |
ગિલ્લા ગણાવા | :- | ખોટી વાત ઉડાડવી. |
ગળે ઝલાવું | :- | આફત કે સક્ડામણમાં આવી પડવું. |
ગાજર ખાવાં | :- | આંધળિયાં કરી કૂદી પડવું. |
ખંભાતી તાળાં દેવાવાં | :- | નિર્વશ જવો. |
ખમતખામણું કરવું | :- | ક્ષમા માગવી. |
ખડિયા ભરવાં | :- | ઉઠાંતરી કરવી. |
ખડખડિયું આપવું | :- | બરતરફ કરવું. |
કૂંચી મળવી | :- | ઉપાય હાથ આવવો. |
કેદારો કરવો | :- | પરાક્રમ કરી બતાવવું. |
કેશ કાપી લેવા | :- | છેતરવું, |
કોઠી દાટવી | :- | કજિયો માંડી વાળવો. |
કાશ કાઢવી | :- | નડતર દૂર કરવું. |
કાપલો કાઢી નાખવો | :- | નાશ કરવો. |
કાન ઘરેણે મૂકવા | :- | જાણી જોઈને બેદરકાર બનવું. |
કાગનું પીંછ થવું | :- | વાત વધીને મોટી થવી. |
અથાણું કરવું | :- | ફોગટ સંઘરી રાખવું. |
અડા દેવી | :- | ટેકો આપવો. |
આંખમાં મીઠું ભરવું | :- | ભૂલથાપ આપી ફસાવવું. |
આંખમાં આવવું | :- | ઈર્ષ્યા થવી. |
આંખો ફરી જવી | :- | અજાયબી પામવી. |
આંટીમાં લેવું | :- | દાવપેચમાં નાખવું. |
ઈબારત ગોઠવવી | :- | સાર તૈયાર કરવો. |
ઈતિશ્રી થવું | :- | પૂર્ણ થવું. |
ઉબાળો ઊડવો | :- | તોફાન મચવું. |
તરવાર તાતી કરવી | :- | યુદ્ધની તૈયારી કરવી. |
ઢંઢેરો પીટવો | :- | લોકમાં જાહેર કરવું. |
તનકારા થવા | :- | બરક્તની છોળ માણવી. |
તોપ મારવી | :- | ડંકાસ હાંકવી. |
તોડી પાડવું | :- | પાડી નાખવું. |
તૂમડાં ફોડવાં | :- | નિરાધાર કરવું. |
તાન મારવી | :- | ગળામાંથી સૂર કાઢી બતાવવા. |
તાનમાં આવવું | :- | લહેરમાં આવવું. |
તાગડે તેવડ રાખવી | :- | જોઈ વિચારીને ખર્ચ કરવો. |
તુંતાં કરવું | :- | બોલાચાલી કરવી. |
તુમારે ચડવું | :- | મહેનત છતાં કામ પાર ન પડવું. |
દહાડાં વાંકા થવાં | :- | દશા ખરાબ થવી. |
તેજ મારવું | :- | રુઆબ પાડવો. |
તેડું આવવું | :- | નોતરું આવવું. |
તેત્રીસમું જાગવું | :- | કાંઈ અણધાર્યું આવી પડવું. |
તેરીખ દેવી | :- | વ્યાજ આપવું. |
તેલ રેડાવું | :- | અદેખાઈ થવી. |
તાન લાગવી | :- | ધ્યાન લાગ્યું રહેવું. |
ત્રાજવું નીચે નમવું | :- | લાભ થવો. |
દશા બેસવી | :- | પડતી દશા આવવી. |
દમ પકડવો | :- | ધીરજ ધરવી. |
થોલ બેસવો | :- | અનુકૂળ સમય મળવો. |
થૂલિયાં મારવાં | :- | ફાંફાં મારવાં. |
દહાડે લાગવું | :- | રોજગારે વળગવું. |
દહાડો આથમવો | :- | પડતી દિશામાં આવવું. |
દહાડો ઊઘડવો | :- | સારી સ્થિતિમાં આવવું. |
દમ બાંધીને ચાલવું | :- | ઉતાવળે ચાલવું. |
થાળ કરવો | :- | પ્રભુને થાળ ધરવો. |
થડક પેસવી | :- | ભયભીત થવું. |
થડ બાંધવું | :- | શરૂઆત કરવી. |
થડકો ખાવો | :- | દિલમાં થડકારો થવો. |
થૂલી ખંખેરવી | :- | માર મારવો. |
થાપ ખાઈ જવી | :- | છેતરાઈ જવું. |
થૂલું કાઢવું | :- | માનભંગ કરવું. |
થોરિયા રોપવા | :- | લડાઈના મૂળ રોપવાં. |
દમ બાંધવો | :- | પૂરી તાકાત એકઠી કરવી. |
થાળે પડવું | :- | શાંત પડવું. |
થાળી ફેરવવી | :- | પૈસા ઉઘરાવવા.. |
થૂ થૂ કરવું | :- | પિક્કારવું. |
દહાડા ભરાઈ જવાં | :- | મોતની નજીક આવવું. |
નમતું આપવું | :- | નરમ થવું. |
નમતી બેસવી | :- | પડતી દશા આવવી. |
નંખાઈ જવું | :- | તબિયત બગડવી. |
નક્શો ઉતારી મેલવો | :- | મોં તોડી લેવું. |
ધોળી આવવું | :- | ફાયદો કરી આપવો. |
ધોવાઈ જવું | :- | બરબાદ થવું. |
ધોમ ધખવો | :- | ખૂબ તાપ પડવો. |
ધોતિયાં ઢીલા થઈ જવાં | :- | ભયભીત થઈ જવું. |
નાદે ચઢવું | :- | ધૂન લાગવી. |
નામ તારવું | :- | આબરૂ મેળવવી. |
નાકલીટી ખેંચવી | :- | ક્ષમા માગવી. |
નાક પર લીંબું ઘસવું | :- | હરીફાઈમાં જીતવું. |
નાક લઈને જવું | :- | શોભાથી જવું. |
નાક વેંતનું હોવું | :- | આબરૂ ઘણી હોવી. |
નોરા કરવા | :- | કાલાવાલા કરવાં. |
નોખ જાળવવી | :- | ટેક સાચવવી. |
પગ વધારવા | :- | હિંમતભેર આગળ ધસવું. |
પગ નીકળી જવો | :- | ચલણ બંધ થવું. |
Comments (0)