ગુજરાત હાઈકોર્ટ દ્વારા Bailiff & Dy.So. ની...
Last Updated :11, Apr 2025
જાત ઘસી નાખવી | :- | સખત શ્રમ કરવો. |
જીવ બગડવો | :- | નિરાશ થવું. |
ચોરે ચડવું | :- | પ્રસિદ્ધ થવું. |
જંગલ થવું | :- | વેરાન થવું. |
છાશમાં માખણ જવું | :- | કામ ન આવડવું. |
ગૂંચ કાઢવી | :- | મુશ્કેલી દૂર કરવી. |
કોરે કાગળે મતું મારવું | :- | મફત કામ કરાવવું. |
કાળા તલ ચોરવા | :- | ખરાબ કાર્ય કરવું. |
કાશ કાઢવી | :- | પીડા બતાવવી. |
કળશ ઢોળવો | :- | પસંદ કરવું. |
કપૂરે કોગળા કરવા | :- | સુખી હોવું. |
કબાડું કરવું | :- | ગેરસમજ થવી. |
આંખમાંથી ભાલા કાઢવા | :- | કરડી નજરે જોવું. |
આંખમાં કમળો હોવો | :- | અદેખાઈ હોવી. |
આંગળી પર રાખવું | :- | લાડમાં રાખવું. |
ધાપ મારવી | :- | આડોઅવળો હાથ મારવો. |
ધુમાડો કરવો | :- | ખોટી રીતે ખર્ચી નાખવું. |
ધૂળ ફાક્તા કરી દેવું | :- | પાયમાલ કરવું. |
નવાણુંનો ધક્કો પડવો | :- | ભારે ખોટ આવવી. |
નોખ રહેવી | :- | આબરૂ રહેવી. |
પગ આવવા | :- | અદશ્ય થવું. |
પહાડ ઉઠાવવો | :- | ભારે કામ પૂરું કરવું. |
પાઘડી મૂકવી | :- | દેવાળું કાઢવું. |
પડો વજડાવવો | :- | ઢંઢેરો પિટાવવો. |
પાડ ચડવો | :- | ઉપકાર તળે આવવું. |
પાતરે પાણી પાવું | :- | હથેળીમાં નચાવવું. |
પાનિયું ઊઘડવું | :- | નસીબ ખૂલવું. |
પાર પામવો | :- | ભેદ જાણવો |
બીડું ઝડપવું | :- | કોઈ સાહસ માથે લેવું. |
મૂળ ખોદવા | :- | નિંદા કરવી. |
મૂછ ચડાવવી | :- | લડાઈ કરવી. |
મુઠ્ઠીમાં રાખવું | :- | કાબૂમાં રાખવું. |
ધૂળ ફાક્તા કરી દેવું | :- | પાયમાલ કરવું. |
ધોખો પહોંચવો | :- | ઝપાટો લાગવો. |
ધાર્યું તીર વાગવું | :- | ધારેલા અર્થની સિદ્ધિ થવી. |
નવ નેજા પાણી ઊતરવું | :- | મહામુશ્કેલી પડવી. |
નસકોરાં ફૂલવાં | :- | અભિમાન ચડવું. |
નાણી જોવું | :- | તપાસ કરી જોવી. |
શ્રાવણ-ભાદરવો વહેવો | :- | ચોધાર આંસુ સારવાં. |
શૂળી ઉપર સૂવા જવું | :- | જીવને જોખમે ઝંપ લાવવું. |
સગડી માથે લેવી | :- | બીજાની આપદા વહોરી લેવી. |
સણકો થવો | :- | માઠું લાગવું. |
સરાણે ચડાવવું | :- | આરંભ કરી આપવો. |
શંખ વાગવો | :- | ખાલીખમ થઈ જવું. |
શંખ ફૂંકવો | :- | હારી જઈ અધવચ્ચે પડતું મૂકવું. |
વેલો વધવો | :- | કુટુંબ કે પરિવાર વધવો. |
વેળા ભજવી | :- | ઓચિંતી ભારે આફત આવવી. |
વેઠે કંકોડી દળવી | :- | નકામો પ્રયત્ન કરવો. |
વીંટીમાંનું નંગ હોવું | :- | લુચ્ચું હોવું. |
વીસ વસા થવું | :- | પાર ઊતરવું. |
વેઢા ગણવા | :- | ગણતરી કરવી. |
વેતરણ રાખવી | :- | સગવડ રાખવી. |
શુક્રવાર વળવો | :- | લાભ થવો. |
સાતા વળવી | :- | શાંતિ મળવી. |
સસલાનું શિંગડું શોધવું | :- | ફોગટ ફાંફાં મારવાં. |
સળ ન સૂઝવી | :- | કશી ગમ ન પડવી. |
સળ બેસાડવા | :- | બરાબર સમજાવી લેવું. |
સંઘ કાશીએ જવો | :- | મનની મુરાદ પાર પડવી. |
સાકર પીરસવી | :- | મીઠું બોલી કામ કઢાવી લેવું. |
સાપે છછૂંદર ગળવું | :- | મુશ્કેલીમાં આવવું. |
સાતપાંચ ગણવા | :- | નાસી જવું. |
સૂરજ તપતો હોવો | :- | ચડતી હોવી. |
કાળજુ કંપવું | :- | ખુબ દુઃખ થવું. |
કપાળે ડામ દેવો | :- | કંઈ જ ન આપવું. |
આંગળી ઊંચી કરવી | :- | સંમત થવું. |
પેટ ગળે આવવું | :- | ખૂબ ખાવું. |
મોઢા પર આવવું | :- | યાદ આવવું. |
મોઢામાં તરણું લેવું | :- | લાચારી બતાવવી. |
મોઢા પર શાહી રેડાવી | :- | પ્રતિષ્ઠાને હાનિ પહોંચવી. |
વરે પડવું | :- | ઠેકાણે પડવું. |
વલો પડવો | :- | નિષ્ફળ જવું. |
વાઘ મારવો | :- | મોટું બહાદુરીનું કામ કરી બતાવવું. |
વાજ આવવું | :- | ત્રાસી જવું. |
વા આવે તેમ કરવું | :- | મનમાં આવે તેમ કરવું. |
વળતાં પાણી થવાં | :- | જોર ઓછું થવું. |
વાસીદામાં સાંબેલું જવું | :- | અશક્ય કામ દેખાવું. |
હાડકાં ચોરવા | :- | આળસ કરવી. |
માટીમાં મેળવવું | :- | નાશ કરવો. |
મરચાં વાટવાં | :- | કોઈની ગેરહાજરીમાં નિંદા કરવી. |
મંત્ર મૂકવો | :- | છૂપી સલાહ આપવી. |
મલાજો પાળવો | :- | મર્યાદા રાખવી. |
માથામાં પવન ભરાવો | :- | મગરૂર થવું. |
મીણો ચડવો | :- | ઘેન ચડવું. |
મીંડુ વળવું | :- | ખલાસ થવું. |
મોટું ગામતરું કરવું | :- | મરણ પામવું. |
મોડ મૂકવો | :- | જવાબદારીનો ભાર ઉઠાવવો. |
મોટે પાટલે બેસવું | :- | માન આપવું. |
મોઢા ઉપર નાક ન હોવું | :- | શરમ ન હોવી. |
લીલાંપીળાં દેખાવાં | :- | આંખે અંધારાં આવવાં. |
લોટ ઊડવો | :- | પાયમાલ થઈ જવું. |
વટાણા માપવા | :- | નાસી જવું. |
રેવડીના ફેરમાં આવવું | :- | મુશ્કેલીમાં આવવું. |
નિવેદ થવાં | :- | રુશવત આપવાની સગવડ થવી. |
નેપાળો આપવો | :- | ખૂબ ધમકાવવું. |
તાડનો ત્રીજો ભાગ હોવું | :- | ઘણું ઊંચું હોવું. |
તલમાં તેલ ન હોવું | :- | સામથ્ર્ય જતું રહેવું. |
તૂતે તૂત ચલાવવું | :- | ખોટી બનાવટી વાત કહેવી. |
તાકડો સાધવો | :- | યોગ્ય વખત જોઈને કામ કરવું. |
ઘડો ગાગર થવો | :- | સારોનરસો નિકાલ થવો. |
ગોળો ગબડાવવો | :- | અડચણ નાખવી |
Comments (0)