રૂઢીપ્રયોગ અને તેના અર્થ - 3

 

કાળજે કોરાઈ રહેવું :- યાદ રહેવું,
કાળા તલ ચોરવા  :- ખરાબ કાર્ય કરવું.
કસર રહેવી  :- બેદરકાર રહેવું.
ઓછું ઓછું થવું  :- ખુશામત કરવી.
ઊઠાં ભણાવવાં  :- ખોટી વાત સમજાવવી.
આડો આંક વાળવો  :- તોબા કરવી.
પોબારા ગણવા  :- નાસી જવું.
ફાળ પડવી  :- એકાએક ચોંકવું.
પેરવી કરવી  :- ગોઠવણ કરવી.
પીપળો ફાટવો  :- દરોડો પડવો.
પાંદડું ફરવું  :- નસીબ ઊઘડવું.
ભાંગરો વાટવો  :- છૂપી વાત ખુલ્લી કરવી.
ભેજું ફાટી જવું  :- ઘેલા બનવું.
ભીંડો મારવો  :- ખોટું બોલવું.
મડાગાંઠ વળવી  :- એક જ સ્થિતિમાં રહેવું.
મગજમાં રાઈ હોવી  :- મિજાજ કે અભિમાન હોવો.
મન પીગળવું  :- દિલમાં દયા આવવી.
મમરો મૂકવો  :- કલહ થાય તેમ કરવું.
મનમાં ઘોળાવું  :- મનમાં ગૂંચવાયા કરવું.
માથું મારવું  :- દરમિયાનગીરી કરવી.
માથે છીણી મૂકવી  :- નુક્સાન કરવું.
વીલું મોં થવું  :- દુઃખથી મોં ઊતરી જવું.
અલવિદા કરવી  :- છેલ્લી સલામ કરી જવું.
ગળથૂથીમાં મળવું  :- બાળપણથી મળવું.
મથરાવટી મેલી હોવી  :- આબરૂ ખરાબ હોવી.
અપીલ કરવી  :- અસર કરવી.
દાઢીમાં હાથ નાખવો  :- કાલાવાલા કરવા.
થૂંકેલું ગળવું  :- આપેલ વચનમાંથી ફરી જવું.
ઘાસ કાપવું  :- ફોગટ મહેનત કરવી.
કાઠું પકડવું  :- અક્કડ થવું.
ભજગોવિન્દા કરવું  :- પ્રભુભજન કરવું.
તડાકો પડવો  :- એકાએક લાભ થવો.
ઝાડી નાખવું  :- ઠપકો આપવો.
નખોદ જવું  :- વિનાશ થવો.
કારભારું ડહોળવું  :- ખોટો ડોળ કરવો.
લય પામી જવું  :- નાશ પામી જવું.
મંડી પડવું  :- કામ કર્યે જવું.
પાર પાડવું  :- સફળતા મેળવવી.
હૈયે બેસી જવું  :- આઘાતની લાગણી અનુભવવી.
અભરે ભરાવું  :- સમૃદ્ધ થવું.
ધરવ ન થવો  :- સંતોષ ન થવો.
આનાકાની કરવી  :- હા ના કરવી.
અતિક્રમણ કરવું  :- હદ કે સીમાની બહાર જવું.
તિતરબિતર કરી નાખવું  :- આમતેમ કરી નાખવું.
અક્ષરો ઘાટા કરવા  :- વધારે યાદ આવવું.
વટ હોવો  :- દમામ હોવો.
રાખ વળી જવી  :- ભુલાઈ જવું.
નવી ભાત પાડવી  :- નવો રિવાજ શરૂ કરવો.
ટક્કર ઝીલવી  :- સામનો કરવો.
કાયા પટકાઈ પડવી  :- બીમાર પડવું.
તંત ન મૂકવો  :- જીદ કે હઠ ન મૂકવી.
કંઠે ડૂમો બાઝવો  :- ગળગળા થઈ જવું.
હાંઉ કરવું  :- શાંત કરવું.
બલિહારી હોવી  :- વિશેષતા કે ખુબી હોવી.
દિશાશૂન્ય થઈ જવું  :- કોઈ માર્ગ ન સૂઝવો.
દાદ આપવી  :- ન્યાય આપવો.
અવસ્થાને આરે પહોંચવું  :- વૃદ્ધ થવું.
તલપાપડ થઈ રહેવું  :- અત્યંત આતુર થઈ જવું.
ડાગળી ચસકી જવી  :- પાગલ થઈ જવું.
અંગ કળવું  :- શરીરમાં કળતર થવી.
ટાઢો શેરડો પડવો  :- પ્રાસકો લાગવો.
તરબોળ કરવું  :- તલ્લીન કરવું.
સંતલસ કરવી  :- ખાનગી ચર્ચાવિચારણા કરવી.
આસાએશ રહેવી  :- રાહત થવી.
ઠુંઠવો મૂક્વો  :- મોટેથી રડી પડવું.
વા સાથે વઢવું  :- ગમે તેની જોડે લડી પડવું.
ઈકોતેર પેઢી તારવી  :- નામ રોશન કરવું.
હાક ગાજવી  :- પ્રભાવ જણાવવો.
પાધર થવું  :- ઉજજડ થઈ જવું.
કૃતાર્થ થવું  :- ધન્ય થવું.
નખોદ વળી જવું  :- સદંતર નાશ થવો.
કાન મરડી નાખવો  :- ભૂલની પ્રતીતિ કરાવવી.
છળી મરવું  :- આઘાત અનુભવવો.
પડતું મૂકવું  :- છોડી દેવું.
હાથપગ ઢીલા થવાં  :- નાહિંમત થઈ જવું.
માથું ખાવું  :- હેરાન કરવું.
આંખમાં ધૂળ નાખવી  :- છેતરવું.
કાન કરડવાં  :- ગુપસુપ વાત કરવી.
રાઈનો પર્વત કરવો  :- નાની વાતને મોટી બનાવવી.
રજનું ગજ કરવું  :- નાની વાતને મોટી બનાવવી. 
ગોદડે ગાંઠ વાળવી  :- ખોટી મહેનત કરવી.
જીવ ટૂંકો કરવો  :- ઓછું આવવું.
પત્તાનો મહેલ ચણવો  :- વ્યર્થ પ્રયાસ કરવો.
પગ ઢીલા પડવા  :- નિરાશ થઈ જવું.
ઘાસ કાપવું  :- ખોટાં પ્રયત્નો કરવાં.
નાકે દમ આવવો  :- બહુ હેરાન થવું.
પાણીચું આપવું  :- બરતરફ કરવું.
ધુમાડાને બાચકા ભરવાં  :- વ્યર્થ મહેનત કરવી.
સિંહ મટીને શિયાળ થવું  :- ગૌરવ ગુમાવવું.
પાણી વલોવવું  :- ફોગટ પ્રયાસ કરવો.
પ્રાણ પાથરવાં  :- જીવ આપી દેવો.
બેસવાની ડાળ કાપવી  :- મૂર્ખાઈભર્યું કામ કરવું.
ઈડરિયો ગઢ જીતવો  :- ખૂબ મોટું પરાક્રમ કરવું.
ગેડ ન બેસવી  :- સમજ ન પડવી.
એકના બે ન થવું  :- પોતાની વાતમાં મક્કમ રહેવું.
લોહીનું પાણી કરવું  :- સખત મહેનત કરવી.
પાણીમાં લીટા કરવા  :- વ્યર્થ પ્રયાસો કરવાં.
કાકા મટીને ભત્રીજા થવું  :- ઊંચા મટી નીચા બનવું.
પાણીની ગાંસડી બાંધવી  :- ફોગટ મહેનત કરવી.
ધૂળ કાઢી નાખવી  :- ખૂબ ઠપકો આપવો.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up