રૂઢીપ્રયોગ અને તેના અર્થ - 2

 

શીશ કુરબાન કરવું  :- જીવન સમર્પિત કરવું.
અંકે કરવું  :- સંપૂર્ણ કરવું.
આકડા વાવવા  :- લડાઈને આમંત્રણ આપવું.
ઓડનું ચોડ કરવું  :- કાંઈનું કાંઈ કરવું.
ખારી દાઢ થવી  :- નફો મેળવવો.
ખોડો નીકળવો  :- ભારે સંહાર થવો.
ગણેશ માંડવા  :- શરૂઆત કરવી.
ગધેડે ચડવું  :- બેઆબરૂ થવું.
રસાતલ જવું  :- તદ્દન ભાંગી પડવું.
લાંછન લાગવું  :- આબરૂ જવી.
વખારે નાખવું  :- બહુ દરકાર ન રાખવી,
લોચા વાળવા  :- ગરબડ-ગોટાળો કરવો.
વટાણા માપવા  :- નાસી જવું.
હજાર ઘંટીનો લોટ ખાવો  :- ઘણો અનુભવ લેવો.
હથિયાર હેઠાં મૂકવાં  :- હાર કબૂલ કરવી.
બિરદ બાંધવું  :- પ્રતિજ્ઞા કરવી.
ભભૂતી ચોળાવવી  :- ધનમાલ વિનાનું કરવું.
કંધોતર ઊઠી જવા :- દીકરા ગુજરી જવા.
ઈડરિયો ગઢ જીતવો :- મોટી સિદ્ધિ મળવી.
ઊતરતી વેળા આવવી  :- પડતીનો વખત આવવો.
આંધળે બહેરું કુટાવું  :- ગેરસમજ થવી.
ઉચાળા ભરવા  :- સામાનની ફેરબદલી કરવી.
આચમન મૂકવું  :- પાણી મૂકવું.
પોતાને તૂંબડે તરવું :- આપબળથી જીવવું.
ફૂ થઈ જવું  :- નાશ પામવો.
ચોખામગ ભળી જવા  :- કામ પૂરું થઈ રહેવું.
ફીફાં ખાંડવાં  :- મિથ્યા પ્રયત્ન કરવો.
પત રાખવી  :- આબરૂ બચાવવી.
પાટિયાં દેવાવાં :- છાતી બેસી જવી.
ધોતિયાં છૂટી જવાં  :- ગભરાઈ જવું.
જહાંગીરી ચલાવવી :- જોહુકમી ચલાવવી.
જામગરી ચાંપવી :- ઉશ્કેરણી કરવી.
જંપ વળવો :- શાંતિ વળવી.
ચટકો ભરવો  :- લાગણી થાય તેમ કહેવું.
કાખલી ફૂટવી  :- આનંદમાં આવી જવું.
કાન આમળવા  :- શિક્ષા કરવી.
ઓશલી ફૂટવો  :- છાતી કૂટવી.
કડકા બાલૂસ હોવું  :- ખૂબ અકિંચન હોવું.
ઊજળે લૂગડે રહેવું :- કલંકરહિત રહેવું.
આકાશ તૂટી પડવું  :- ઓચિંતી આપત્તિ આવવી.
અંધારે ડાંગ મારવી :- હેતુ વગર કામ કરવું.
ખાતરે પાણી પાવું  :- સરસાઈ કરવી.
કેડ ભાંગી જવી  :- નબળા થઈ જવું. ઈ જવું.
છીંડાં શોધવાં  :- દોષ જોવા.
આંખે પાટા છોડવા  :- બુદ્ધિપૂર્વક વિચાર કરવો.
આંતરડી કકળવી  :- હૃદયમાં ભારે વેદના થવી.
અક્કલના કાંકરા થવા  :- બુદ્ધિનો નાશ થવો.
અડદાળો કાઢવો  :- મરણતોલ માર મારવો.
ચોખામગ ચઢી રહેવા  :- સ્થિતિ બગડવી.
ચોવટ કરવી  :- પારકી પંચાત કરવી.
અછો અછો વાનાં કરવાં  :- ખૂબ રાજી રાખવું.
છકી જવું :- બહેકી જવું.
છાશમાં પાણી ઉમેરવું  :- વધારીને કહેવું.
ફૂલીને ફાળકો થવું  :- આનંદમાં ઝૂમવું.
બકરી બેં થઈ જવું  :- સાવ નરમ થઈ જવું.
લાંઘણ કરવી  :- તદ્દન કોરો ઉપવાસ કરવો.
રેવડી ઉડાવવી  :- હાંસીપાત્ર બનાવવું.
મૂછ મરડવી  :- અભિમાન કરવું.
મોખરો સાચવવો  :- બહાદુરીથી સામનો કરવો.
પાસા પલટવા  :- બાજી બગડવી.
છેડો ફાટવો  :- અલગ થઈ જવું.
જમીનમાં પેસવું  :- શરમિંદા પડી જવું.
પેટ ઉપર છરી મૂકવી  :- જીવ જોખમમાં નાખવો.
આટો કાઢવો  :- નુક્સાનીમાં ઉતારવું.
આણ વર્તાવવી  :- સત્તા ચલાવવી..
આંખ ઊઘડવી  :- ભાન આવવું.
ખો ભૂલી જવી  :- પાઠ મળવો.
ઘડ બેસવી  :- સમજ પડવી,
ગાબચી મારવી  :- બહાનું કાઢી જતા રહેવું.
જમણો હાથ હોવું :- મુખ્ય મદદગાર હોવું.
જાત બોળવી  :- ભ્રષ્ટાચાર કરવો.
ખપ્પરમાં હોમાવું  :- ભોગ થઈ પડવું.
કાગારોળ કરવી  :- નકામો કજિયો કરવો.
આંખ ટાઢી થવી :- સંતોષ થવો.
ધડો લેવો  :- શિખામણ કે દાખલો લેવો.
ધરમધક્કો પડવો :- ફોગટ ફેરો થવો
ધાડ મારવી  :- પરાક્રમ કરવું.
દાંત ખાટા કરવા  :- નાસીપાસ કરવું.
દાળમાં કાળું હોવું :- છૂપું કે ગુનો બહાર આવવો.
દાવે સોગઠી મારવી  :- આવ્યો પ્રસંગ ચૂક્વો.
તડકો-છાંયડો વેઠવો  :- સુખ દુઃખ અનુભવવું.
તડાતડી બોલવી  :- સામસામે લડવું.
તાગડધિન્ના કરવા  :- પારકે પૈસે આનંદ કરવો.
ડફણાં મારવાં  :- ફટકા મારવા.
ઠોકર વાગવી :- નુક્સાન સહન કરવું.
ડંફાશ મારવી  :- ડોળ કરવો.
ટોપી ફેરવવી :- દેવાળું કાઢવું.
ઝાડ થવું :- ક્રોધથી ઊભા થઈ જવું.
જીવ સટોસટનું હોવું :- જોખમભરેલું હોવું.
જીવ પડીકે બંધાવો  :- ગભરાઈ જવું.
છબરડો વાળવો  :- ગોટાળો કરવો.
ચૌદમું રતન બતાવવું  :- મારની બીક બતાવવી.
ચીનના શાહુકાર થવું  :- લુચ્ચા કે કપટી થવું.
ચૂનો લગાડવો  :- છેતરવું.
ચીલે ચીલે ચાલવું  :- પડેલા રિવાજ મુજબ ગાલવું.
ચંદરવો બાંધવો  :- જૂઠું નામ કે કીર્તિ મેળવવી.
ઘીને પડે થી થવું  :- સારાં વાનો થવો.
કાયા નિચોવી નાખવી  :- શરીરે કષ્ટ વેઠવું.
કીડીઓ ચઢવી  :- કંટાળો આવવો.
કાળા પાણીએ જવું  :- દેશનિકાલ થવું.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up