ગુજરાત હાઈકોર્ટ દ્વારા Bailiff & Dy.So. ની...
Last Updated :11, Apr 2025
ધોંસરી ઉપાડવી | :- | જવાબદારી લેવી. |
સાડીબાર ન રાખવી | :- | ઓશિયાળા ન રહેવું. |
જીવ હેઠો બેસવો | :- | જીવ મોટો હોવો. |
જિંદગી મોળી જવી | :- | જીવન નીરસ થઈ જવું. |
પેટ ભરીને ફરવું | :- | નિશ્ચિંત થઈને ફરવું. |
જીવન સંકેલી લેવું | :- | મૃત્યુ પામવું. |
રસના ઘૂંટ પીવા | :- | ખૂબ આનંદ માણવો. |
મોઢું ફેરવી લેવું | :- | અણગમો બતાવવો. |
સડક થઈ જવું | :- | ઓચિંતા આઘાતથી મૂઢ થઈ જવું. |
ગોઠણ છૂટા થઈ જવા | :- | હરતું-ફરતું થઈ જવું. |
બે પાંદડે થવું | :- | આર્થિક સ્થિતિ સારી થવી. |
હાકાવાકા થઈ જવું | :- | બેબાકળા થઈ જવું. |
રાજીના રેડ થવું | :- | અતિશય આનંદમાં આવી જવું. |
મોં ફાટી જવું | :- | નવાઈ પામવું. |
ઘા એ ઘા જવું | :- | ઝડપથી જવું. |
લોહી જંપવું | :- | મનને રાહત થવી. |
ઊંકરાટા ઊપડવા | :- | નવી નવી ઈચ્છાઓ થવી. |
તલપાપડ થવું | :- | અધીરા થઈ જવું. |
લાગણીનાં પૂર ઊમટવાં | :- | પુષ્કળ લાગણી થવી. |
ચસકો લાગવો | :- | ટેવને અધીન થવું. |
ચાનક ચડવી | :- | ઉત્સાહમાં આવી જવું. |
ફજેતી થવી | :- | બદનામી થવી. |
આત્મા ડંખવો | :- | મનમાં ખૂબ દુખ થવું. |
કાન માંડવા | :- | ધ્યાનથી સાંભળવું. |
ભીંત ભૂલવી | :- | ભારે મોટી ભૂલ થવી. |
ટોણો મારવો | :- | મર્મવચન કહેવું. |
રંજ હોવો | :- | અફસોસ હોવો. |
હળવા ફૂલ થઈ જવું | :- | ચિંતામુક્ત થઈ જવું. |
ઝેર પ્રસરાવવું | :- | કજિયાને કારણ આપવું. |
ટીંબો બની જવો | :- | ગામ ઉજ્જડ થઈ જવું. |
હાથ પડવું | :- | પ્રાપ્ત થવું. |
સમદરપેટ રાખવું | :- | ઉદારતા દાખવવી. |
છાતી ભાંગી જવી | :- | હિંમત હારી જવી. |
મીઠાનાં હળ હાંકવાં | :- | ખેદાનમેદાન કરી નાખવું. |
હૈયું પીગળવું | :- | કરુણા કે દયા અનુભવવી. |
સોડ તાણીને સૂઈ જવું | :- | મૃત્યુ પામવું. |
પગ ઝાલવા | :- | માફી માગવી. |
મહોર લાગી જવી | :- | પ્રમાણિત કરવું. |
અડવું લાગવું | :- | સારું ન લાગવું. |
આરો ન હોવો | :- | કોઈ ઉપાય ન હોવો. |
ફાળ પડવી | :- | ધ્રાસકો પડવો. |
મચક ન આપવી | :- | તાબે ન થવું. |
હાથ મસ્તક પર હોવા | :- | કૃપા કે મહેરબાની હોવી. |
નવનીત તારવવું | :- | સારાંશ કાઢવો. |
ઓથ હોવી | :- | સધિયારો હોવો. |
કળ વળવી | :- | નિરાંત કે રાહત થવી. |
હેલારે ચઢવું | :- | અતિ ઉત્સાહમાં આવવું. |
ઓસાણ ન રહેવું | :- | યાદ ન રહેવું. |
ઓગાળી નાખવું | :- | દૂર કરી નાખવું. |
ઓછું આવવું | :- | ખોટું લાગવું. |
ચહેરો કરમાઈ જવો | :- | ચહેરો ફિક્કો પડી જવો. |
પાર ન હોવો | :- | સીમા ન હોવી. |
દેહ મુક્ત થવું | :- | મૃત્યુ પામવું. |
ભરડો લેવો | :- | ચારે બાજુથી ભીંસમાં લેવું. |
લલાટે લખાવું | :- | નસીબમાં લખાવું. |
ભોંઠા પડવું | :- | ઝંખવાણા પડી જવું. |
હૈયું બેસી જવું | :- | આઘાતની લાગણી અનુભવવી. |
ધૂળમાં મળવું | :- | કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા. |
દિલમાં અવાજ ઊઠવો | :- | અંતરમાં પ્રેરણા થવી. |
એકસાથે બે ઘોડે ચડવું | :- | એકસાથે બે કામ કરવાં. |
પરસેવો પાડવો | :- | ખૂબ મહેનત કરવી. |
શરસંધાન કરવું | :- | લક્ષ્ય સાધવું. |
કાન મરડી નાખવો | :- | ભૂલની પ્રતીતિ કરાવવી. |
રવડી પડવું | :- | રખડી પડવું. |
જીવ ઊકળી ઊઠવો | :- | ગુસ્સો ચડવો |
પીઠ ફેરવવી | :- | અનિચ્છા બતાવવી. |
જળ મૂકવું | :- | પ્રતિજ્ઞા લેવી. |
હૈયું ચિરાઈ જવું | :- | ખૂબ દુઃખ થવું. |
અમી ચુસાઈ જવું | :- | રસક્સ સુકાઈ જવા. |
હૈયામાં મોં છુપાવવું | :- | શરમિંદા બનવું. |
જીવ અકળાઈ જવો | :- | અત્યંત વ્યગ્ર થઈ જવું. |
હડીઓ કાઢવી | :- | દોડાદોડ કરવી. |
ઉધામા કરવા | :- | ખૂબ ધમપછાડા કરવા. |
નજર ઝરડાઈ જવી | :- | હૃદયમાં વેદના થવી. |
તરણોપાય કરવો | :- | બચવાની તરકીબ કરવી. |
સાંસા હોવા | :- | મેળવવું મુશ્કેલ હોવું. |
પગલાં સંભળાવાં | :- | ભણકારા થવાં. |
તરબતર થવું | :- | ખૂબ ભીંજાઈ જવું. |
ગળાબૂડ હોવું | :- | પૂરેપૂરા ખૂંપી ગયેલા હોવું. |
મૂલ્ય જળવાવું | :- | યોગ્ય કિંમત આંકવી. |
વિપત્તિને ખાવી | :- | વિપત્તિને દૂર કરવી. |
કંતાઈ જવું | :- | દુર્બળ થઈ જવું. |
છોડાં પાડવાં | :- | માનભંગ કરવું. |
જગન કરવો | :- | ભારે મોટું કામ કરી નાખવું. |
ધરાબોળ જવું | :- | પ્રલય થવો. |
નસ પકડવી | :- | મૂળ કારણ શોધી કાઢવું. |
કસર કાઢવી | :- | ભૂલ કે ખોટ ભરપાઈ કરી લેવી. |
પાણી ચઢાવવું | :- | ઉત્તેજન આપવું. |
ફાચર મારવી | :- | વચમાં અડચણ નાખવી. |
પેટમાં તેલ રેડાવું | :- | ધ્રાસકો પડવો. |
ફનાફાતિયાં થવું | :- | પાયમાલ થવું. |
બરડો થાબડવો | :- | હિંમત આપવી. |
બત્રીસીએ ચઢવું | :- | ચર્ચા થવી. |
બટ્ટો લાગવો | :- | કલંકિત થવું. |
બે ધારની તલવારે રમવું | :- | બન્ને પક્ષ તરફ ઢળવું. |
બાવન વીર હોવું | :- | મહાબળિયો હોવો. |
બારે મેહ વરસવા | :- | પુષ્કળ કમાણી થવી. |
ભેજામાં વહેર ભરાવો | :- | મગરૂરી થવી. |
ભવાં ચડાવવા | :- | ગુસ્સે થવું. |
ભાવટ ભાગવી | :- | ઉપાધિ-પીડા દૂર થવી. |
-------------*-------------------*-------------------
Comments (0)